વિશેષ મુલાકાત

વન વિભાગના ભેંસકાતરી ક્લસ્ટરના ૨૦૦ લાભાર્થીઓને સાધન સહાય અર્પણ કરાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

વન વિભાગના ભેંસકાતરી ક્લસ્ટરના ૨૦૦ લાભાર્થીઓને સાધન સહાય અર્પણ કરાઈ:

આહવા: ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે, વન વિભાગની વિકાસલક્ષી પ્રવૃતિઓને બિરદાવી ક્લસ્ટર યોજના અંતર્ગત અપાતા સાધન સહાયનો, કાયમી આજીવિકા મેળવવામા ઉપયોગ કરવાની અપીલ કરી હતી.

લાભાર્થીઓને મળેતા સાધનોનો સદ્ઉપયોગ કરવા સાથે વન વિભાગને વધુમા વધુ વિકાસલક્ષી કાર્યોનુ આયોજન હાથ ધરવાનો અનુરોધ કરતા ધારાસભ્યશ્રીએ, લાભાર્થીઓને જંગલના સંરક્ષણમા ભાગીદારી નોંધાવવાની પણ અપીલ કરી હતી.

દરમિયાન ઉપસ્થિત ધારાસભ્ય સહિતના અગ્રણીના હસ્તે સિવણના સંચા, અને તાલીમના પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. ઉપરાંત ભોંગડિયા, વાંકન, એન્જીપાડા, કાકરદા, ગોદડિયા, પાંઢરમાળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને  ૩૦૦ કીટ (બેગ તેમજ શૈક્ષણિક સાધનો)નુ પણ વિતરણ કરાયુ હતુ. 

ભેંસકાતરી કલસ્ટરના કાર્યક્રમ દરમિયાન, નાયબ વન સંરક્ષક શ્રી ડી.એન.રબારીએ તેમના પ્રાસંગિક પ્રવચનમા, વન વિભાગ દ્વારા હાથ ધરાયેલા વિવિધ કામોની માહિતી રજૂ કરી હતી. જેમા મશરૂમ કીટ-૯૦, શૈક્ષણિક કીટ-૩૦૦, પ્રેરણા પ્રવાસ-૬૦ લાભાર્થીઓને (બાજીપુરા : સમુલદાણ પ્રોસેસિંગ યુનિટ, તેમજ વાંસકુઇ ડેરી ફાર્મની મુલાકાત કરાવી પશુપાલન અને ખેતી અંગે તાલીમ અને પ્રત્યક્ષ નિર્દશન પ્રેરણા પ્રવાસ), સિલાઇ મશીન-૨૬ લાભાર્થીઓને તાલીમ સાથે સહાય તેમજ શાકભાજીની કેરેટ-૬૬૭, તેમજ વન સંવર્ધનના કામો સહિત રેંજમા કુલ રૂપિયા ૫૪,૦૦,૦૦૦/-ના કામો કરવામા આવ્યા છે, તેમ જણાવ્યુ હતુ. તેમણે આ સાધન સહાયનો પ્રત્યેક લાભાર્થીઓને સદ્દઉપયોગ કરી, પુરક આજીવિકા મેળવવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા. 

ડાંગની ભૌગોલિક પરિસ્થિતિને અનુકુળ હોય તેવા નવા કામો જેવા કે મશરૂમની ખેતી, ઓર્ગેનિક ખેતી જેવા પ્રોજેકટ સુચવવા પણ શ્રી રબારીએ અનુરોધ કર્યો હતો. 

ભેંસકાતરી રેંજના કાર્યવિસ્તારના ગામોમાંથી ૨૦૦ જેટલા લાભાર્થીઓની ઉપસ્થિતિ વચ્ચે ભેંસકાતરી ગામે યોજાયેલા આ કાર્યક્રમની આભારવિધિ RFO શ્રીએ આટોપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है