વિશેષ મુલાકાત

તાપી જિલ્લા ખેતીવાડી અધિકારીનો વિદાય સમારોહ યોજાયો:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લા ખેતીવાડી અધિકારીનો વિદાય સમારોહ યોજાયો:

હકારાત્મક અભિગમ સાથે તાપી જિલ્લાને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા માટે પડકારરૂપ કામગીરી જિલ્લા ખેતીવાડી વિભાગ કરી રહયો છેઃ- તાપી જિલ્લા વિકાસ અધિકારી 

વ્યારા:  તાપી જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીતની બદલી સુરત ખાતે થતા આજરોજ તાલુકા પંચાયતના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ખેતીવાડી અધિકારીનો વિદાય સમારોહ યોજાયો હતો.

           હકારાત્મક અભિગમ સાથે તાપી જિલ્લાને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા માટે પડકારરૂપ કામગીરીને બિરદાવતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાએ જણાવ્યું હતું કે, તાપી જિલ્લાને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીના નેતૃત્વ હેઠળ ગ્રામસેવકો, તાપી, તલાટીઓ સહિત શાખાના અધિકારી/કર્મચારીઓએ કૂનેહપૂર્વક કામગીરી કરી છે. વધુમાં આઈ ખેડૂત પોર્ટલ, ગરીબ કલ્યાણ મેળાની એસેટ્સ વેરીફિકેશન, મનરેગા જેવી કામગીરી બખુબી નિભાવી છે. તેમજ ગ્રામસેવકોએ અંતરિયાળ ગામોમાં જઈને ખેડૂતો સાથે સીધો સંપર્ક કરીને ખેડૂતોને યોજનાઓનો સીધો લાભ પહોંચાડ્યો છે.

             જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીતે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૦માં જી.પી.એસ.સી. પાસ કરી સીધી ભરતીથી વલસાડ ખાતે મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવી ૪.૫ વર્ષ સોનગઢ અને ૫ વર્ષ જિલ્લા પંચાયતમાં જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે ફરજ બજાવી હતી. મલંગદેવ વિસ્તારના ખેડૂતો માટે ઈનપુટ કીટો નજીકના સ્થળે મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવી હતી. કોરોના સમયગાળામાં ભીંડાની નિકાસના મોટા પ્રશ્નનો સત્વરે નિકાલ કર્યો હતો. તાપી જિલ્લો ખેતીવાડીમાં છેલ્લા ૪ વર્ષમાં દક્ષિણ ઝોનમાં મોખરે રહ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મનરેગા કન્વર્ઝનના કામો, કુવા રીચાર્જના કામો, પ્રા.શાળા કંપાઉન્ડમાં જીવામૃત બનાવવાની કામગીરી, જિલ્લા પંચાયતના ફાર્મને નફાકારક બનાવવું જેવી વિશિષ્ટ કામગીરી માટે તેમણે કૃષિ વિભાગની ટીમનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. 

           જિલ્લા વિકાસ અધિકારી સહિત મહાનુભાવોએ જિલ્લા ખેતીવાડી અધિકારીને શ્રીફળ, શાલ ઓઢાડી , મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.

            વિદાયના આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એ.ડોડીયા, તાલુકા વિકાસ અધિકારી છોટુભાઈ ગામીત, જિ.પં.હિસાબી અધિકારી મોરડિયા, કારોબારી અધ્યક્ષ મોહનભાઈ કોંકણી, કૃષી ,સિંચાઈ અને સહકાર સમિતિ અધ્યક્ષ ભૂપેન્દ્રભાઈ ગામીત, તૃપ્તીબેન, ડો.કે.ટી.ચૌધરી, પશુપાલન અધિકારી ડો.શાહ સહિત મોટી સંખ્યામાં ગ્રામસેવકો, તલાટીશ્રીઓ,કૃષિ- વિભાગના અધિકારી/કર્મચારીઓએ ઉપસ્થિત રહી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સતીષભાઈ ગામીતને ભાવભરી વિદાય આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન અરવિંદભાઈ ગામીતે કર્યું હતું.

                                                    

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है