વિશેષ મુલાકાત

તાપી કલેકટર એચ.કે.વઢવાણિયા(IAS) ને ભવ્ય વિદાઈ અપાઈ :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  તાપી કીર્તનકુમાર

તાપી કલેકટર એચ.કે.વઢવાણિયા(IAS) ને ભવ્ય વિદાઈ અપાઈ : 

વિકાસની યોજનામાં તેમની શ્રેષ્ઠ કામગીરી ને લઈ સી.એમ. ડેશબોર્ડમાં ફેબ્રુઆરી થી જુન સુધી રાજ્યમાં પ્રથમ નંબરે તાપી જિલ્લો રહ્યો,

વ્યારા-તાપી:  તાપી કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી એચ.કે.વઢવાણિયા(IAS)ની બદલી નિયામક એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) ગાંધીનગર ખાતે થતા આજરોજ તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય વિદાઈ આપવામાં આવી હતી.

           શ્રી એચ.કે.વઢવાણિયાએ વહીવટીતંત્રને સફળ નેતૃત્વ પુરૂ પાડ્યું હતું. સીએમ ડેશબોર્ડ દ્વારા ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ જિલ્લાના વિકાસની વિવિધ યોજનાઓની ગુણવત્તાયુક્ત કામગીરી થાય તે માટે દૈનિક સમીક્ષા કરી હતી..

સીએમ ડેશબોર્ડમાં ફેબ્રુઆરી-૨૦૨૨ થી જુન-૨૦૨૨ સુધીના સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં તાપી જિલ્લો પ્રથમ ક્રમાંકમાં રહ્યો હતો. તાપી જિલ્લાને તમામ કામગીરીઓમાં સુચારૂ માર્ગદર્શન આપી તેમણે વહીવટીતંત્રમાં પોતાની મૃદુ અને સરળ સ્વભાવ સાથે એક અલગ ઓળખ ઉભી કરી હતી. તાપી જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે હંમેશા હકારાત્મક ઉકેલ માટે ઉમદા પ્રયાસ કરનાર શ્રી વઢવાણિયા હંમેશા તાપી જિલ્લા માટે યાદગાર સંભારણું બની રહેશે. 

           જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા, જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ પટેલ, નાયબ વન સંરક્ષક આનંદકુમાર, નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી, પ્રાંત અધિકારીશ્રીઓ આર.સી.પટેલ, જયકુમાર રાવલ, તમામ મામલતદારશ્રીઓ સહિત મહેસુલ વિભાગના તમામ અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓએ શ્રી વઢવાણિયાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી ફુલવર્ષાઓ કરી ભવ્ય વિદાય આપી હતી. શ્રી વઢવાણિયાએ સવાવર્ષ સુધી જિલ્લા સમાહર્તા તરીકે પોતાની સેવાઓ આપી હતી.

                                               

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है