વિશેષ મુલાકાત

ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

પ્રી-મોન્સુન કામગીરી અંગે પ્રો-એકટીવ રહી તમામ કામગીરીનું સ્વમુલ્યાંકન કરવા તાકીદ કરતા જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણીયા

ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણીયાના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ:

વ્યારા-તાપી: આગામી ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણીયાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે પ્રી-મોન્સુન કામગીરીની સમિક્ષા બેઠક યોજાઇ હતી.
અધ્યક્ષસ્થાનેથી કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને પ્રોએકટીવ રહી તમામ કામગીરીનું સ્વમુલ્યાંકન કરવા તાકીદ કરી હતી. વધુમાં તેમણે તાલુકાવાર પ્રિ-મોન્સુન પ્લાન બનાવવા અંગે, જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરવા, બચાવ કામગીરીના સાધનોને અપડેટ કરવા, નિચાણવાળા અને પુર અસરગ્રસ્ત ગામોની યાદી બનાવી જે-તે વિસ્તારના લોકોને માહિતગાર કરી માછીમારો અને સ્થાનિક તરવૈયાઓને મોકડ્રીલ કરાવવા સુચનો કર્યા હતા. આ ઉપરાંત પીએચસી, સીએચસી તથા સ્થળાંતર કરવા માટે નક્કિ કરેલા સ્થળો ઉપર વીજ પુરવઠો ન ખોરવાય તથા ટેલીફોનીક સુવિધાઓ ન ખોરવાય તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. સ્થળાંતર માટે નક્કિ કરેલા સ્થળો ઉપર પાણી, અનાજ, લાઇટ, શૌચાલય અને સ્વચ્છતાનું આગોતરૂ આયોજન કરવા ખાસ જણાવ્યું હતું. આ સાથે નમી ગયેલા ઝાડ, વિજળીના થાંભલા, તાર, જર્જરીત મકાનો, હોર્ડીંગને તાત્કાલીક દુર કરી નદી, નાળા, ખુલ્લી ગટરોને કચરા રહીત કરવા સંબંધિત અધિકારીઓને સુચનો કર્યા હતા. જલ્દી ભરાતા કોઝવેઓનું સતત મોનીટરીંગ કરવું તથા અનાજ પુરવઠો સુરક્ષિત રહે અને અગાઉથી જે-તે સ્થળે પહોચે તે જોવા ખાસ જણાવ્યું હતું. ચોમાસા દરમિયાન રોગચાળો ન ફેલાય તે માટે ફોગીંગ અને જંતુ નાશકોનો સ્પ્રે કરવા, તથા ચોમાસા દરમિયાન જરૂરી દવાઓ, ઇન્જેક્શન કે વેક્સીનનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોય તે જોવા સંબંધિત અધિકારીને સુચનો કર્યા હતા. અંતે તેમણે જુન મહિના પહેલા પ્રિ-મોન્સુનને લગતી તમામ કામગીરી યોગ્ય રીતે સંપન્ન કરવા તમામ અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ જણાવ્યું હતું કે, પ્રિ-મોન્સુન અને મોન્સુન દરમિયાન જયારે કોઇ બનાવ બનતા હોય ત્યારે એક સાથે ઘણા બધા વિભાગોને તે બાબત સ્પર્શતી અને એકબીજા ઉપર આધાર રાખતી કામગીરી હોય છે આવા સમયે ટીમ વર્ક તરીકે કામ કરવું જરૂરી છે. તેમણે ખાસ કરીને તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ જરૂરી લોકોના અપડેટેડ નામ-નંબરોની યાદી હાથ વગા રાખવા અને ફાયર ફાઇટરોની ટીમને જરૂરી કાર્યરત સાધનો સાથે સુસજ્જિત કરવા સુચનો આપ્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ પાસે ૨૨૪ લાઇફ જેકેટ, ૧૫૩ લાઇફ રીંગ, ૬ જનરેટર, ૪૪૦ દોરડા, ૦૬ ઇમસજન્સી લાઇટ, ૦૩ ડિવોટરીંગ પંપ, ૦૨ મીની ફાયર ટેન્ક, ૦૧ ફાયર બુલેટની સુવિધા ઉપલબ્ધ છે. પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે તાલુકા અને જિલ્લા કક્ષાએ લાયઝન અધિકારીની નિમણૂંક કરી હેલ્પલાઇન નંબર ૨૪X૭ શરૂ કરવામાં આવશે. તાપી જિલ્લાને કોઇ પણ આકસ્મીક આફત માંથી ઉગારી લેવા તમામ વિભાગો સતત એકબીજા સાથે સંકલનમાં રહી પ્રોએક્ટીવ બનીને કામગીરી પાર પાડશે. 
સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે.વલવીએ કર્યુ હતું. બેઠકમાં ડી. આર. ડી. એ ડાયરેકટર અશોક ચૌધરી, માર્ગ મકાનના કા.પા.ઇ મનિષ પટેલ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવા, ચીફ ઓફિસર સોનગઢ પૂર્વી પટેલ, સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है