
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સ્ટેચ્યુ ઓફ યુનિટી નાયબ કલેકટર નિલેશ દુબેના આદિવાસી સમાજની લાગણી દુભાઇ એવો ઓડિયો વાયરલ થતા ડેડીયાપાડા માં આદિવાસીઓ દ્વારા વિરોધ;
ડેડીયાપાડા પ્રાંત અધિકારી કચેરી ખાતે BTP તેમજ BTTS દ્વારા નિલેશ દુબે પર કાયદાકીય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ;
સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ના ઉચ્ચ અધિકારી નિલેશ દુબે અને CISF ના ઓફિસર શર્મા વચ્ચે ની વાતચીત નો ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેમાં શર્માજી “થે આદિવાસી લોંગ હૈ પહેલે ખાને કો નહીં મિલતા થા બહાર બેઠો થે ચડી પહેન કે બેઠતે થે નોકરી લગ ગયે તો પેન્ટ શર્ટ પહેનને લગે અભી વે જંગલ મે જડી બુટ્ટી ખાને વાલે લોગ હૈ ઈન્કો તેહાબ નહિ હૈ” જેવા જાતિ વિષયક અપમાન જનક ટિપ્પણી કરી વૈમનસ્ય ફેલાવવાનું કામ કરેલ છે. જે આદિવાસી પૂર્વજોનું અને સમગ્ર આદિવાસી સમાજ નું અપમાન કર્યું છે. જેના કારણે આદિવાસી સમાજના લોકોમાં ઘણો રોષ જોવા મળેલ છે.
નર્મદા જીલ્લો સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે તે અનુસૂચિ ૫ હેઠળ આવે છે. છતા સરકારશ્રી દ્વારા આદિવાસી સમાજ પ્રત્યે આવી માનશિકતા ધરાવતા અધિકારીઓનોનેજ આ વિસ્તારમાં નિમણુંક આપવામાં આવે છે. આવા અધિકારીઓ કાયદાઓનો દુર ઉપયોગકરી ને આદિવાસીઓને જળ, જંગલ, જમીન થી બે દખલ કરવાનાં કામ કરે છે તથા આદિ-અનાદી કાળથી ચાલી આવતી પોતાની વંશ પરંપરાગત સંસ્કૃતિ, રહેણીકરણી, ભાષા, રીતિ-રીવાજોને પાળવા બાબતે આદિવાસી સ્વતંત્ર છે, જે અધિકારીશ્રી ને ખબર હોવી જોઈએ કે ભારતના બંધારણમાં કોઇપણ જાતી વિશે ભેદભાવ રાખવો એ બંધારણ વિરુદ્ધ છે અને બંધારણનું અપમાન એ દેશનું અપમાન છે. અને સાથે સમાજની મુખ્યધારામાં જોડાય છે. જો એક ભણેલા અને ક્લાસ ૧ સરકારી અધિકારી આદિવાસી સમાજ વિશે આવી હલકી માનસિકતા ધરાવતા હોઈ તો આવા અધિકારી ને તાત્કાલિક ફરજ મોકૂફ કરી એટ્રોસિટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવે એવી BTP અને BTTS તેમજ સમગ્ર આદિવાસી સમાજ વતી દેડીયાપાડા પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જો સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો આવનાર સમયમાં આક્રોશ સાથે જન અંદોલન કરવાની પણ ચીમકી આપી હતી.