વિશેષ મુલાકાત

આદિવાસી બાળકો આજે કાચા અને ખાનગી માલિકીના મકાનોમાં ભણવા મજબૂર બન્યા:

તાપી જિલ્લા બાંઘકામ સમિતિનાં અધ્યક્ષના ગામ ચિખલી ખાતે આંગણવાડીઓ પાંચ થી જર્જરિત:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

તાપી જિલ્લામાં દેશનુ ભવિષ્ય ગણાતાં એવા આદિવાસી બાળકો આજે કાચા અને ખાનગી માલિકીના મકાનોમાં ભણવા મજબૂર બન્યા છે,

તાપી જિલ્લા બાંઘકામ સમિતિનાં અધ્યક્ષ નીતિનભાઈ ગામીત નાં ગામ ચિખલી ખાતે આંગણવાડીઓ પાંચ જેટલાં લાંબા સમયગાળા થી જર્જરિત જાહેર થયાં છતાં… આજદિન સુધી કોઈ પગલાં લેવાયા નથી.

સરકારી રીપોર્ટ મૂજબ સમગ્ર તાપી જિલ્લામાં કુલ ૧૦૪૯ જેટલી આંગણવાડીઓ કાર્યરત છે, જેમાં સરકારી મકાનમાં ૯૧૭ ભાડાના મકાનમાં ૨ અને ૧૩૦ જેટલી આંગણવાડીઓ ખાનગી મકાનમાં ચાલે છે, જેથી તાપી જિલ્લાનાં લોકો ખાનગી ચાલતી પ્રી-પ્રાયમરી સ્કુલ તરફ વળવા મજબુર બન્યા છે, જ્યારે ગ્રામિણ વિસ્તારોમાં આજે પણ કાચા અને ખાનગી મકાનોમાં આદિવાસી બાળકો પ્રી-પ્રાયમરી શિક્ષણ લઈ રહ્યાં છે, 

 અને બજેટની વાત કરીએ તો વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ૬૬ લાખ રૂપિયા જેટલી માતબર રકમની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી. 

પાછલાં ૫ વર્ષ થી ચિખલી હોળી ફળિયુ ખાતે તેડાગર અનિલાબેન ચંપકભાઈ ગામીતનાં ઘરે ચિખલી-૨ આંગણવાડીનાં કુલ-૧૭ બાળકો શિક્ષણ લઈ રહ્યાં છે, 

આ સાથે મોટું ફળિયું ખાતે કાર્યરત આંગણવાડી ચિખલી-૧ , પાછલાં ૧ જેટલાં વર્ષ થી ૩થી ૬ ઉંમરનાં ૧૩ બાળકો અને ૧૪ નાના બાળકો સહીત કુલ ૨૭ જેટલાં બાળકો ગામનાં કોમ્યુનિટી હોલમાં ભણવા મજબૂર બન્યા છે,

વાત કરીએ નવું ફળિયું ખાતે ખાનગી મકાન માં ચાલતી આંગણવાડી ચીખલી -3 ની તો સરકારી નંદ ઘર નું મકાન જર્જરિત ધોષિત થયાં બાદ પણ અહીંયા નવા મકાન બાબતે કોઈ અધિકારી નક્કર પગલાં લેવાં તૈયાર નથી. 

જેથી પ્રાપ્ત માહિતી અનુસાર તાપી જિલ્લાનાં ચિખલી ગામ ખાતે કાર્યરત ત્રણ જેટલી આંગણવાડીઓ ખાનગી માલિકીના મકાનોમાં ભણવા મજબૂર બન્યા છે,

પંચાયતના સભ્ય સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે વારંવાર ઉપલા અધિકારીઓ અને વિભાગોને જાણ કરાઈ છતાં આજદિન સુધી કોઈપણ જવાબદાર વ્યક્તિ મુલાકાતે આવ્યા નથી, હવે જોવું રહ્યું આઇસીડીએસ વિભાગ અને તાપી જિલ્લા તંત્ર દ્વારા ખાનગી મકાનો માં ચાલતી આંગણવાડીઓ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં આવે છે કે નહી તે આવનારો સમય બતાવશે.

પત્રકાર : કીર્તનકુમાર ગામીત, તાપી 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है