આરોગ્ય

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ધારાસભ્ય ચૈતરભાઇ વસાવાની ઉપસ્થિતિમાં મોકડ્રીલ યોજાઇ::

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

દેડીયાપાડા ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ધારાસભ્ય ચૈતરભાઇ વસાવાની ઉપસ્થિતિમાં મોકડ્રીલ યોજાઇ;

નર્મદા: કોવિડ-૧૯ મહામારીની દુનિયાના દેશોમાં વર્તાઇ રહેલી અસરના પગલે અગમચેતીના ભાગરૂપે આજે તા.૨૭ મી ડિસેમ્બર,૨૦૨૨ ને મંગળવારના રોજ સમગ્ર રાજ્યમાં આયોજિત રાજ્યવ્યાપી મોકડ્રીલના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટી તંત્રના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જનકકુમાર માઢકની રાહબરીમાં સમગ્ર જિલ્લાની આરોગ્ય સંસ્થાઓમાં સ્થાનિક જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મોકડ્રીલ યોજાઇ હતી.

સંભવિત કોવિડ-૧૯ મહામારી અન્વયે નર્મદા જિલ્લામાં રાજ્ય સરકારની સૂચના અનુસાર PSA પ્લાન્ટ, ઓકસીજન કોન્સન્ટ્રેટર મોકડ્રીલના ભાગરૂપે ભવિષ્યમાં દર્દીઓને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવી શકાય તેવા શુભ આશય સાથે આરોગ્ય સુવિધાઓના આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લાના પાંચેય તાલુકાની આરોગ્ય સંસ્થાઓમાં આજે મોકડ્રીલ યોજાઇ હતી.

 દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઇ વસાવાની ઉપસ્થિતિમાં સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ-દેડીયાપાડા ખાતે મોકડ્રીલ કરવામાં આવી હતી.

         સમગ્ર જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો ખાતે યોજાયેલી મોકડ્રીલ બાદ મળેલી માહિતી મુજબ જિલ્લામાં ૧૦૯ આઇસોલેશન બેડ કાર્યરત છે અને જરૂરિયાત ઉભી થયે અંદાજીત ૫૫૦ બેડ સુધીની સુવિધા વધારી શકાય તેમ હોવાનું જણાયું હતું. ઓકિસીજન કોન્સન્ટ્રેટર સપોર્ટેડ આઇસોલેશન ૬૨ બેડ, આઇ.સી.યુ.બેડ-૨૬ અને વેન્ટીલેટર બેડ ૨૬ કાર્યરત છે.

         જિલ્લામાં સંભવિત કોવીડ મહામારીને પહોંચી વળવા તાલીમબધ્ધ ૩૯ ડૉકટર્સ, ૧૨૩ નર્સ, અને ૯૪ પેરામેડીકલ સ્ટાફ, ૭ આયુષ ડોકટર્સ, ૮૯ વેન્ટીલેટર સ્ટાફ, ૧૩ પી.એસ.એ. પ્લાન્ટનો સ્ટાફ કાર્યરત છે. તેમજ ફીમેલ હેલ્થ વર્કર, આંગણવાડી વર્કર, એ.એન.એમ., આશા મળી કુલ-૭૨૧ કાર્યકરો જિલ્લામાં સક્રિય રીતે કાર્યરત છે. એમ્બુલયન્સ બીએલએસ-૧૧, એ.એલ.એસ. એમ્બ્યુલન્સ-૧ (એક) કાર્યરત છે. તેમજ ૪ (ચાર) એમ્બ્યુલન્સ હાલમાં ઉપલબ્ધ છે. જિલ્લામાં આર.ટી.પી.સી.આર. માટેની કીટ્સ-૨૬,૨૬૦ જેટલી સ્ટોકમાં ઉપલબ્ધ છે. જેની સામે રોજની ટેસ્ટીંગ કેપેસીટી ૨,૪૦૨, આર.એ.ટી.કીટ્સ-૧૨૦૧૭૬ ઉપલબ્ધ છે. તેમજ કોવિડને લગતી તમામ દવાઓનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. અત્રેના જિલ્લામાં કોવિડ-૧૯ ને લગતી જરૂરી સાધન સામગ્રી જેવા કે, વેન્ટીલેટર-૧૨૫, ન્યુબીલાયઝર-૩૩, ઓકસીમીટર-૧૫૧, ઓક્સિજન કોન્સન્ટ્રેટર-૨૮૩, ઓકસીજન સીલીન્ડર-૮૯૨, પીએસએ પ્લાન્ટ-૧૧ આવેલ છે. લીકવીડ મેડીકલ ઓક્સિજન સ્ટોરેજ માટે હાલમાં ૫ (પાંચ) ટેન્ક કાર્યરત છે. મેડીકલ ગેસ પાઇપ લાઇન સીસ્ટમ નર્મદા જિલ્લાના ૩૪ સેન્ટરોમાં ઉપલબ્ધ છે, તેમ પણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા વધુમાં જણાવાયુ છે.

         આ કામગીરીને સફળતાપૂર્વક પાર પાડવા માટે જિલ્લા આરોગ્ય વિભાગની કચેરીએથી સેન્ટરદીઠ લાયઝન અધિકારીશ્રીઓને જવાબદારી સોંપવામાં આવી હતી. તેમજ આ અંગેના જરૂરી માર્ગદર્શન માટે ઓનલાઇન પ્લેટફોર્મ થકી એક દિવસ અગાઉ ખાસ બેઠક યોજીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જનકકુમાર માઢક દ્વારા જરૂરી માર્ગદર્શન પુરુ પડાયું હતું. 

આ કાર્યક્રમમાં માજી. ધારાસભ્ય શ્રી મોતીભાઈ વસાવા, જિલ્લા શિક્ષણ સમિતિ અધ્યક્ષ શ્રીમતી શાંતાબેન વસાવા, ડેડીયાપાડા તાલુકા પ્રમુખ શ્રીમતી તારાબેન રાઠોડ, તાલુકા કારોબારી અધ્યક્ષ શ્રીમતી દક્ષાબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है