
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ પ્રદીપ ગાંગુર્ડે
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા ખાતે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની કરાઈ ઉજવણી:
સાપુતારા: સરકારી માધ્યમિક શાળા-આહવા ખાતે શાળાના આચાર્ય શ્રી અમરસિંહ ગાંગુડાના માર્ગદર્શન હેઠળ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની ઉજવણી કરવામા આવી.
આ કાર્યક્રમ અંતર્ગત વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તેમજ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ૧૦૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો.
વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર હેતલબેન નિલેશભાઈ, દ્વિતીય નંબર લોબાદ દેવાંગડી જ્યારે તૃતીય નંબર આદિત્ય કિરણભાઈએ મેળવ્યો હતો. જ્યારે નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર ચૌધરી લક્ષ્મીબેન અરવિંદભાઈ, દ્વિતીય નંબર પાડવી મિતલબેન શીવાભાઈ તથા તૃતીય નંબર સોલંકી મોનિક પ્રદીપભાઈ એ મેળવ્યો હતો. તે જ રીતે ચિત્રકામમાં પ્રથમ નંબરે જાદવ દિવ્યાબેન રતનભાઇ, દ્વિતીય નંબર બાબુલ પ્રીતિબેન સુનિલભાઈ અને તૃતીય નંબર તાઈ ફહદ ઝાકીરઅલીએ મેળવ્યો હતો. શાળાની બાળાઓએ ‘પરીક્ષા પે ચર્ચા’ અંતર્ગત સુંદર મજાની રંગોળી પૂરી હતી.
આ કાર્યક્રમમાં શાળાના શિક્ષિકા શ્રીમતી યરુષાબેન ગામિતે વિદ્યાર્થીઓને ડિપ્રેશનમાં ન આવે તેમ જ હળવા ફૂલ માહોલમાં પરીક્ષા આપવા વિશે સલાહ આપી હતી. શ્રી દર્શનભાઈએ વિદ્યાર્થીઓને પરીક્ષામાં નિષ્ફળ ન જતા તેમજ હતાશ ન થતાં વિગેરે વિશે માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા શિક્ષક શ્રી રાજેશ શંભુલાલ રાવલે કર્યું હતું.