શિક્ષણ-કેરિયર

અમદાવાદ ખાતે યોજાયેલ વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનમાં “સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ” નો ઉત્કૃષ્ટ દેખાવ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ, રિપોર્ટર સર્જન વસાવા 

વિક્રમ સારાભાઈ કેન્દ્ર અમદાવાદ ખાતે યોજાયેલ વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનમાં “સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ” નો ઉત્કૃષ્ટ દેખાવ

નર્મદા: નર્મદા જિલ્લાની ડેડીયાપાડા ખાતે આવેલ સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ની વિદ્યાર્થિનીઓએ વિક્રમ સારાભાઈ કેન્દ્ર અમદાવાદ ખાતે યોજાયેલ વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનમાં બીજો ક્રમાંક મેળવી ને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જેથી શાળા પરિવારમાં ખુશીની લાગણી ફેલાઇ જવા પામી છે.

વિક્રમ સારાભાઈ કેન્દ્ર અમદાવાદ ખાતે યોજાયેલ વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનમાં ડેડીયાપાડા ખાતે આવેલ સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ની વિદ્યાર્થિની પ્રિયાંશી વસાવા અને ખુશી વસાવા વિજેતા થયા હતા અને બીજો ક્રમાંક મેળવી શાળાનું નામ રોશન કર્યું છે, જે બદલ વિદ્યાર્થિનીઓને શાળાના મેનેજર ફાદર રોબર્ટ અને આચાર્ય સિસ્ટર રોઝા જ્યોથી, તેમજ શિક્ષક અર્જુનભાઈ વસાવા, મેહુલભાઈ વસાવા તથા તમામ શાળા પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है