શિક્ષણ-કેરિયર

શ્રી. એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે વિદાય સમારંભ તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ તથા રંગોળી સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરૂણેશ ચૌધરી

શ્રી. એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે વય નિવૃત્ત વિદાય સમારંભ અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ તથા દિવાળી પર્વ નિમિતે રંગોળી સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે શ્રી વાંકલ સાર્વજનિક સાર્વજનિક કેળવણી મંડળ, વાંકલ સંચાલિત શ્રી એમ ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલ શ્રીમતી જમુ બેન લીલાચંદ્ર શાહ ઉચ્ચતર માધ્યમિક વિભાગ. શ્રી એન.આર.ચૌધરી પ્રાથમિક વિભાગ. ગં.સ્વ. એમ.એસ દેસાઈ અને સ્વ. કે.એમ.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલ. (સ્વનિર્ભર) વાંકલ સાર્વજનિક પ્રાથમિક શાળામાં (અંગ્રેજીમાધ્યમ સ્વનિર્ભર) શ્રીમતી મનુબેન પ્રવીણચંદ્ર શાહ આઇ.ટી.આઈ (સ્વનિર્ભર) આવનાર ટૂંક સમયમાં દિવાળીના પર્વ આવી રહ્યો તે નિમિત્તે શાળાના દરેક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા બાળકોના પોતાના ટેલેન્ટને પ્રમાણે રંગોળી બનાવવામાં આવી.

તેમજ ચારિત્ર્યવાન અને પ્રમાણિકતા ગુણો વિદ્યામાં રાખી પૂરા ખંતથી સેવા બજાવનાર એવા શ્રીમતિ રમીલાબેન તેઓ મદદનીશ શિક્ષિકા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સંસ્કૃત અને હિન્દી વિષયના શિક્ષક તરીકે 29 વર્ષ ૧ માસ ત્રણ દિવસ એક જ સંસ્થામાં રહી ને ફરજ બજાવી તેમની સાથે તેમના પતિ કિરણભાઈ 14 વર્ષ સુધી તેમણે પણ પ્રાથમિક વિભાગમાં સંસ્કૃત હિન્દી વિષયની ફરજ બજાવી સાથે સાથે તેમની સંગીતની કળા નો લાહવો પણ સંસ્થાને ખૂબ મોટા પ્રમાણમાં આપ્યો.

તેમની સાથે સાથે શ્રી ગુણવંતભાઈ પ્રજાપતિ 20 વર્ષ પાંચ માસ 22 દિવસ (પટાવાળા) તરીકેની સેવા આપી વયમર્યાદાના કારણે તારીખ 31-10- 2022 ના રોજ સ્કૂલના આંગણેથી વિદાય લઈ રહ્યા છે ત્યારે શાળાના મિત્ર મંડળ દ્વારા તેમનો ભવ્ય સ્વાગત સાલ, બુકે, સન્માન પત્ર, સ્મૃતિભેટ ભેટ શાળાના દરેક વિભાગના શિક્ષક ગણ તેમને ગિફ્ટ આપી સ્વાગત કરવામાં આવ્યું.

તેજસ્વી તારલાઓનું સન્માન સ્વર ડોક્ટર વસંતભાઈ નાથુભાઈ ચૌધરી તરફથી પોતાના માતૃશ્રી ગંગાબેન તથા પિતા શ્રી નાથુભાઈ સ્મરણો તિથિ પ્રતિવર્ષ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્યપ્રવાહ (વિનય પ્રવાહ) ધોરણ 12 સામાન્ય પ્રવાહ (વાણિજ્ય પ્રવાહ) મા સમગ્ર શાળામાં પ્રથમ આવનારને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યું 2020 માં બોર્ડની પરીક્ષામાં પ્રથમ આવનાર (1) ચૌધરી સોનલ કુમારી બચુભાઈ 600માંથી 520 =74.13 ધોરણ 12 માં પ્રથમ (વાણિજ્ય પ્રવાહ) (2) ચૌધરી વિનય કુમાર મનછુ ભાઈ 750 માંથી 556 = 73.60 ધોરણ 12 માં પ્રથમ (વિનય પ્રવાહ) (3) વસાવા ઋત્વિક કુમાર દિનેશ 750 માંથી 552 =73.60 વિજ્ઞાન પ્રવાહમાં ગોલ્ડ મેડલ શાળાને ભૂતપૂર્વ વિદ્યાર્થી ડોક્ટર વિમલ બેન હરેન્દ્રભાઇ વસાવા તરફથી પોતાના માતા પૂનમ બેન તથા સવજીભાઈને યાદગીરીરૂપે (1) ગામીત આયુષી બેન સુરેશભાઈ 650 માંથી 591= 90.92 ધોરણ 12 માં પ્રથમ (વિજ્ઞાન પ્રવાહ) પ્રમુખ સંજયભાઈ એમ દેસાઈ. આચાર્ય પારસ કુમાર જે મોદી. મંત્રી શ્રી હરેશભાઈ નગીનભાઈ મોદી પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રીમતીભૂમિબેન તથા શાળાના દરેક વિભાગના શિક્ષકો ની ઉપસ્થિત માં સુંદર આયોજન કરવામાં આવ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है