શિક્ષણ-કેરિયર

શાળાના વર્ગ ખંડોમાં પાણી ઘુસ્યા વિધાર્થીઓની દયનીય હાલત વચ્ચે અભ્યાસ વર્ગો ચાલે છે ખુલ્લા આસમાન નીચે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જીલ્લાના ડેડીયાપાડા ની એ.એન.બારોટ હાઈસ્કૂલ માં મોતના ઓથા હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ;

શાળાના વર્ગ ખંડોમાં પાણી ઘુસ્યા વિધાર્થીઓની દયનીય હાલત વચ્ચે અભ્યાસ વર્ગો ચાલે છે ખુલ્લા આસમાન નીચે;

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર વિપરીત અસર:  શું શિક્ષણ વિભાગ કે તંત્ર આ મામલે અજાણ ??? નર્મદા જીલ્લા ની આ તસ્વીર એક નજરે જોતાં આફ્રિકા દેશ ની યાદ અપાવે તો નવાઈ નહી..!

    નર્મદા જીલ્લાના આદિવાસી પછાત વિસ્તાર ગણાતા દેડીયાપાડા ખાતેની એ.એન. બારોટ હાઈસ્કૂલ જીલ્લામાં આવેલ મોટામાં મોટી શાળા તરીકે નું સ્થાન ધરાવે છે, આ શાળામાં મોટા પ્રમાણ માં આદિવાસી વિધાર્થીઓ શિક્ષણ મેળવી રહયા છે , દેડીયાપાડા ખાતે તા 11 મી ના રોજ મુસલાધર વરસાદ ખાબકતા શાળાનાં વર્ગ ખંડોમાં પાણી આવવાના અદ્ધભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા, ત્યારે વર્ગ ખંડોમાં પાણી ભરાયા હતા, જેથી કાદવ કીચડ નો સામ્રાજ્ય ફેલાયો હતો, આ તમામ બાબતો વચ્ચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કફોડી હાલત જોવા મળી રહી છે, વિધાર્થીઓનો અભ્યાસ બગડી રહયો છે, ખુલ્લા આસમાન નીચે વરસતા વરસાદમાં બાળકો અભ્યાસ કરી રહયા છે!!!!

   વર્ષ 1961 માં સ્થાપના થયેલ દેડીયાપાડા નું એ.એન. બારોટ હાઈસ્કૂલ જીલ્લા ની મોટામાં મોટી શાળા તરીકે ઓળખાય છે, જેની સ્થાપના થયાં ને 60 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, પરંતું શાળાના કોઇ ઠેકાણા જ નથી, નિર્માણ થયાને છ-છ દાયકાઓ વીત્યાં છતાં આજે આદિવાસી વિધાર્થીઓ વરસતા વરસાદમાં આસમાન નીચે ભણવા મજબુર બન્યા છે!! આ શાળા કાઁગ્રેસ ની વિચારધારા ધરાવતા ટ્રસ્ટી મંડળ દ્વારા ચલાવવામાં આવે છે, તો શું રાજ્ય સરકાર આ શાળા ને કોઇ અનુદાન કે નાણાકીય સહાય જ આપતી નથી ?? જો આવું હોય તો રાજ્ય સરકાર અને કેન્દ્ર ની ભાજપા સરકાર નર્મદા જીલ્લા ને તો એસ્પિરેસોનલ જીલ્લા તરીકે અનેક કામગીરીઓમાં પોતાનાં વિકાસના ડંકા વગાડી રહી છે,તો પછી આદિવાસી વિધાર્થીઓ ખુલ્લા આસમાન માં અભ્યાસ કરવા મજબુર કેમ ??

     રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ અને શાળા સંચાલક મંડળ ના શાળા ને વિકસિત કરી નળિયા વાળી જુની પુરાણી ઇમારત ને ડેવલપ જ નહી કરવાના નિર્ણય અને ઉદાસીન નીતીની ભોગ શાળાના આદિવાસી વિધાર્થીઓ કેમ બને??? આ શાળામાં 1700 જેટલાં વિધાર્થીઓ અભ્યાસ કરી રહયા છે, જેમાં 90 ટકા તો માત્ર આદિવાસી વિધાર્થીઓ જ છે!!! આદિવાસીઓના વિકાસ ની મોટી મોટી ગુલબાંગો ફુકાય છે, મુળભુત અધિકારો માંજ વિકાસ જોવા મળતો નથી !!!

    આમાં આ શાળાના સંચાલક મંડળનો વાંક હોય કે પછી સરકારી તંત્રનો પરંતું આદિવાસીઓના નામે રાજરમત રમતા નેતાઓ જ પોતાનાજ સમાજના બાળકોને સગવડો ઉપલબ્ધ નહીં કરાવે સરકાર નું ધ્યાન નહી દોરે તો કોણ દોરશે ?? હાલ તો વાડજ ચીભડાં ગળે તો ફરિયાદ કોને કરવી જેવી સ્થિતિ સર્જાઈ છે.

      આદિવાસી મસીહા તરીકે પોતાને ઓળખાવતા ભારતીય ટ્રાઈબલ પાર્ટીના છોટુભાઇ વસાવાના પુત્ર મહેશ વસાવા દેડીયાપાડા ના ધારાસભ્ય છે, પોતાનાં આખાબોલા વ્યક્તિત્વ થી જાણીતા હંમેશ આદિવાસીઓના કલ્યાણ ની વાતો કરતા મનસુખ વસાવા સાંસદ છે, જ્યારે જે સંસ્થા આ શાળા નું સંચાલન કરે છે તે આદિવાસી કેળવણી મંડળ છે જેના પ્રમુખ મંત્રી અને સભ્યો મોટાં પ્રમાણમાં આદિવાસી સમાજ ના જ લોકો છે!!! તો પછી શું કોઈની જવાબદારી નથી કે પોતાનાં સમાજ ના બાળકો સારી સગવડ વ્યવસ્થા વાળી શાળામાં અભ્યાસ કરે ???

આ શાળા ની સરકારે સ્કુલ ઓફ એસેન્સિયાલ તરીકે ની યોજના હેઠળ સમાવેશ કર્યો છે , પરંતું વર્ગ ખંડોની દયનીય હાલત છે, વિધાર્થીઓને ક્યાં બેસી અભ્યાસ કરવો તેનો પ્રશ્ન છે , વાલીઓ પણ શાળાની નવીન ઇમારત બને એવો મત પ્રગટ કરી રહ્યા છે, ત્યારે આ સંસ્થાના સંચાલકો, રાજકીય નેતાઓ અને સરકારે આ શાળાની નવી ઇમારત બનાવવાની દિશામાં પહેલ કરવી પડશે ત્યારેજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ભાવી સલામત ગણાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है