પર્યાવરણ

આંતરરાષ્ટ્રીય વન દિવસે ડાંગના ૧૩૦ ગામોના ૨૯,૧૧૫ લોકોએ ‘નમો વડ વન’ નો સંકલ્પ વ્યક્ત કર્યો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા

: આંતરરાષ્ટ્રીય વન દિવસ, જિલ્લો ડાંગ :

આંતરરાષ્ટ્રીય વન દિવસે ડાંગના ૧૩૦ ગામોના ૨૯,૧૧૫ લોકોએ ‘નમો વડ વન’ નો સંકલ્પ વ્યક્ત કર્યો;

ડાંગ, આહવા: પ્રતિ વર્ષની જેમ તા.૨૧ માર્ચ ૨૦૨૨ ના દિવસે “આંતરરાષ્ટ્રીય વન દિવસ” ની ઉજવણી દરમિયાન, રાજયમા “નમો વડ વન”ના શુભારંભ સાથે, લોકોમા વનો પ્રત્યે જાગૃતિ આવે તે માટે ઠેર ઠેર કાર્યક્રમો આયોજિત કરાયા હતા.
દરમિયાન રાજય કક્ષાએથી મુખ્યમંત્રીશ્રીએ સવારે ૯ કલાકે, ગાંધીનગરથી તેમનુ પ્રજાજોગ ઉદબોધન રજૂ કર્યું હતુ. જેનુ બાયસેગ/સેટકોમના માધ્યમથી સૌએ રસપાન કર્યું હતુ. આ વેળા રાજયકક્ષાએ વન પર્યાવરણ મંત્રીશ્રી સહિત, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી, અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ દ્વારા પણ, વનો અને પર્યાવરણ વિશે સમજણ આપવામા આવી હતી.
કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લામા બાયસેગ/સેટકોમ ધરાવતી કુલ–૧૩૦ શાળાઓમા ઉપસ્થિત રહેલા ૫૫૭ જેટલા મહાનુભાવો, ૧૨૦૫ જેટલા અધિકારી કર્મચારીઓ, વિધાર્થીઓ, આગેવાનો, વૃક્ષપ્રેમીઓ, તથા ગ્રામજનો મળી કુલ ૨૯,૧૫૫ લોકોએ, ઉપસ્થિત હયાત વનો પ્રત્યે પોતાનો હકારાત્મક અભિગમ જળવાઈ રહે, અને ડાંગ જિલ્લો હંમેશ માટે સંપૂર્ણ વનાચ્છાદિત રહે, તે અંગેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


ઉલ્લેખનિય છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રિય એવા વડના વૃક્ષોના ‘નમો વડ વન’ રાજ્યમા ઉભા કરવાના પર્યાવરણ પ્રિય હેતુસર રાજ્યનામુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં વડનુ વૃક્ષ વાવીને, આ અભિયાનની રાજ્યવ્યાપી શરૂઆત કરાવી હતી. જેના પડઘા રાજ્ય સમસ્તની જેમ છેવાડાના ડાંગ જિલ્લામા પણ પડ્યા હતા.
‘નમો વડ વન’ અન્વયે રાજ્યના ૩૩ જિલ્લાઓમા આઝાદીના અમૃત મહોત્સને ધ્યાનમા રાખી, રાજ્યભરમા ૭૫ જેટલા વડ વન સ્થપાશે, અને પ્રત્યેક વનમા ૭૫ વડના વૃક્ષનુ વાવેતર વન વિભાગ દ્વારા કરાશે.
વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ઉજવાઇ રહેલા આઝાદીના ૭૫ મા વર્ષે વન વિભાગનુ ‘નમો વડ વન’ નિર્માણ અભિયાન, રાજ્યમા વટવૃક્ષની પૌરાણિક, અને ઐતિહાસિક મહત્તા પુન: પ્રસ્થાપિત કરશે, તેમ નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારીએ પૂરક વિગતો આપતા જણાવ્યુ હતુ.
શ્રી રબારીએ, વિશ્વ આખુ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે ઝઝૂમે છે ત્યારે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમા આપણે વન સાથે જન જનને જોડીને, રાજ્યમા અલગ અલગ સ્થળોએ વનો ઊભા કર્યા છે તેમ જણાવી, વન મહોત્સવો દ્વારા વધુ ને વધુ વૃક્ષારોપણથી રાજ્યમા ‘ગ્રીન કવર’ વધારવાનો રાજ્ય સરકાર, અને વન વિભાગે માર્ગ અપનાવ્યો છે તેમ જણાવ્યુ હતુ.
ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના ૨૦૨૧ના અહેવાલ મુજબ રાજ્યમા વૃક્ષાચ્છાદિત વિસ્તારમા છેલ્લા બે વર્ષમા ૬૯૦૦ હેકટરનો વધારો થયો છે. તેમ જણાવતા નાયબ વન સંરક્ષકશ્રીએ રાજ્યમા ૨૦૦૩મા વન વિસ્તાર બહાર, અંદાજે ૨૫.૧૦ કરોડ વૃક્ષો હતા, તે વધીને હવે ૨૦૨૧ની વૃક્ષ ગણતરી મુજબ ૩૯.૭૫ કરોડ વૃક્ષો થયા છે, તેમ ઉમેર્યુ હતુ.


વનબંધુઓની આર્થિક આત્મનિર્ભરતા માટે ગૌણ વન પેદાશના વેચાણ હક્કો, પેસા એક્ટ અન્વયે સ્થાનિક આદિજાતિઓને મળ્યા છે. એટલુ જ નહીં વનક્ષેત્રમા ઉત્પન્ન થયેલા ૩૦ થી ૩૫ લાખ વાંસના વેચાણથી પણ વનબંધુઓને આજીવિકા મળી રહી છે. ત્યારે રાજ્ય સરકારે આ વર્ષના બજેટમા બામ્બુ મિશન યોજના હેઠળ, ૫૮૯૧ હેક્ટરમા વાંસના વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા રૂપિયા ૨૦ કરોડની વિશેષ જોગવાઇ પણ કરી છે, તેમ પણ શ્રી દિનેશ રબારીએ રાજ્ય સરકારનો અભિગમ સ્પષ્ટ કરતા જણાવ્યુ હતુ.
ડાંગ જિલ્લો ગુજરાતનો સૌથી હરિયાળો, અને વનરાજીથી ભરપુર વૃક્ષાચ્છાદિત પ્રદેશ છે. જિલ્લામા વનોના સંરક્ષણ અને સંવર્ધનમા વ્યાપક લોક સહકાર પ્રાત કરી, વનો સાથે સ્થાનિક લોકોનુ જીવન ધોરણ ઉંચુ લાવવાનો પ્રયાસ રહેશે તેમ પણ આ વન અધિકારીએ જણાવ્યુ હતુ.
કાર્યક્રમમા દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી પ્રસાદ રવિ રાધાકૃષ્ણ, (IFS.) સહિત મદદનીશન વન સંરક્ષકો ઉત્તર અને દક્ષિણ, તથા સ્થાનિક પરીક્ષેત્ર વન અધિકારી આહવા (પૂર્વ) અને આહવા (૫) ઘ્વારા, આહવા ખાતે આવેલા ફોરેસ્ટ રેસ્ટ હાઉસના ખુલ્લા પટાંગણમા “નમો વડ” અંતર્ગત વૃક્ષા રોપણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામા આવ્યો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है