શિક્ષણ-કેરિયર

દેડીયાપાડા તાલુકા મથકે સરકારી તાલુકા પુસ્તકાલયના નવીન બાંધકામ ને મંજૂરી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

દેડીયાપાડા તાલુકા મથકે સરકારી તાલુકા પુસ્તકાલયના નવીન બાંધકામ માટે ૨૦૦૦ ચો.મીટર જગ્યાની સૈદ્ધાંતિક મંજૂરી આપીને હાલ અંદાજે રૂા.૧૦૦.૦૦ લાખના ખર્ચે અતિ અદ્યતન નવા “સ્માર્ટ ગ્રીન” ભવનના નિર્માણની વધુ એક ભેટ,

જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે દેડીયાપાડા તાલુકા મથકે “સ્માર્ટ ગ્રીન” લાઇબ્રેરીની સુવિધા માટે તાત્કાલિક ૨૦૦૦ ચો.મી. જમીન ફાળવી, 

આતરિયાળ અને દૂર્ગમ વિસ્તારના અભ્યાસુઓ, પ્રબુધ્ધ નાગરિકો, વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી આશિર્વાદ રૂપ : સ્પર્ધાત્મક તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે હવે ઘર આંગણે જ કારકિર્દી બનાવવાની સુવર્ણ તકની ઉપલબ્ધિ થશે

               રાજપીપલા: નર્મદા જિલ્લાને એસ્પિરેશનલ જિલ્લો જાહેર કરાયો છે, ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના અથાક પ્રયાસો અને દિર્ધદ્રષ્ટીને લીધે રાજપીપલા શહેરી વિસ્તાર સહિત નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પ્રજાકીય જનસુખાકારી માટે સરકારશ્રી દ્વારા અમલી વિવિધ યોજનાઓને મહત્તમ લાભ મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી સતત પ્રયત્નશીલ છે. જિલ્લાના અંતરિયાળ અને દૂર્ગમ વિસ્તારમાં આવેલા દેડીયાપાડા તાલુકા મથકે પારસી ટેકરા પાસે સરકારી તાલુકા પુસ્તકાલયના નવીન બાંધકામ માટે ૨૦૦૦ ચો.મીટરની જગ્યાની સૈદ્ધાંતિક મંજૂરી આપીને હાલ અંદાજે રૂા.૧૦૦.૦૦ લાખના ખર્ચે અતિ અદ્યતન નવા “સ્માર્ટ ગ્રીન” લાઇબ્રેરીની વધુ એક ભેટ નર્મદા જિલ્લાવાસીઓને મળી છે. 

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી તરફથી નવીન સ્માર્ટ ગ્રંથાલયના ભવનના બાંધકામ માટે ગુજરાત જમીન મહેસૂલ નિયમોને આધિન સરકારશ્રીના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગાંધીનગરના નામે જમીન ફાળવી તેનો કબજો મદદનીશ ગ્રંથાલય નિયામકશ્રી, વડોદરાને સુપ્રત કરવાનો હુકમ થતાં દેડીયાપાડા ખાતે આગામી સમયગાળામાં અદ્યતન પ્રકારની લાઇબ્રેરીની ઉપલબ્ધિ માટેની કાર્યવાહી હાથ ધરાશે. 

જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના દિર્ધદ્રષ્ટીના કારણે જિલ્લા પ્રશાસન દ્વારા તબક્કાવાર હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટસને મળી રહેલી મંજૂરીમાં વધુ એક સફળતા સાંપડી છે. જેમાં દેડીયાપાડા તાલુકાકક્ષાએ જ તાલુકા-ગ્રામ્ય વિસ્તારના લોકોને હવે ઘર આંગણે જ અદ્યતન પ્રકારની સ્માર્ટ લાઇબ્રેરીની સુવિધા મળી રહેવાથી અંતરિયાળ અને દૂર્ગમ વિસ્તારના અભ્યાસુઓ, પ્રબુધ્ધ નાગરિકો, વિદ્યાર્થીઓ માટે આ લાઇબ્રેરી આશિર્વાદરૂપ બની રહેશે. અને સ્પર્ધાત્મક તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે કારકિર્દી બનાવવાની સાથોસાથ જિલ્લાનું નામ રોશન કરવાની સુવર્ણ તક ઉપલબ્ધ થશે.

જિલ્લા કલેકટરશ્રી ધ્વારા ફાળવાયેલ ઉક્ત ૨૦૦૦ ચો.મીટરની જગ્યામાં અદ્યતન ગ્રંથાલય ભવનના બાંધકામ માટે દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં વાચકો માટે રીડીંગ ટેબલ અને ખુરશીઓ, પુસ્તકો મુકવા માટે ડબલડોર ગ્લાસ કબાટો, ગ્રંથપાલ / મદદનીશ ગ્રંથપાલ તથા કાર્યાલય માટે ઓફિસ ટેબલ અને ખુરશીઓ, કોમ્પ્યુટર ચેર, કોમ્પ્યુટર રૂમમાં વાતાનુકુલીન સુવિધા ઉપરાંત અદ્યતન ગ્રંથ ભંડાર, અદ્યતન વાંચનાલય, કોમ્પ્યુટર સુવિધા ઉપરાંત સ્માર્ટ ગ્રંથાલય ભવનના નિર્માણમાં ફાયર સેફ્ટી સુવિધા, વોટર કુલર આર.ઓ મશીનની સુવિધા તેમજ ગ્રંથપાલને અનુકૂળ અન્ય ફર્નિચર, જેવી સુવિધા ઉપલબ્ધિ માટે ઉક્ત દરખાસ્તમાં સમાવેશ કરાયેલ છે, આમ, આગામી સમયમાં નર્મદા જિલ્લાના દેડીયાપાડાને મળનારી સ્માર્ટ અદ્યતન લાઇબ્રેરીની સુવિધાઓ સાથેની ભેટ નર્મદા જિલ્લાવાસીઓ માટે આશિર્વાદરૂપ બની રહેશે. 

                                           

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है