શિક્ષણ-કેરિયર

ડેડીયાપાડા સરકારી વિનયન કોલેજ ખાતે સમર ઈન્ડકશન કેમ્પ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા સરકારી વિનયન કોલેજ ખાતે સમર ઈન્ડકશન કેમ્પ યોજાયો;

ડેડીયાપાડા સરકારી વિનયન કોલેજ ખાતે ઇનોવેશન ક્લબ ઉપક્રમે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ અને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી ગાંધીનગર પ્રેરિત એક દિવસીય “ઇનોવેશન સમર ઈન્ડકશન કેમ્પ”  નર્મદા જિલ્લાના નોડલ અધિકારી પ્રિન્સીપાલ ડૉ. અનિલાબેન પટેલના માર્ગદર્શન હેઠળ તા.૨૭/૦૫/૨૦૨૨ ને શુક્રવારના રોજ યોજાયો હતો. જેમાં નર્મદા જિલ્લાની ત્રણ સરકારી કોલેજ અને ત્રણ અનુદાનિત કોલેજ એમ કુલ ૬ કોલેજના કુલ 20 વિદ્યાર્થીઓ અને છ કો-ઓર્ડિનેટર અને ત્રણ અન્ય અધ્યાપકો ઉત્સાહભેર જોડાયા હતા.

શરૂઆતમાં અત્રેની કોલેજના ઇનોવેશન ક્લબના કોડિનેટર વખતસિંહ ગોહિલે ઉપસ્થિત સર્વે નું સ્વાગત કરી જણાવ્યું હતું કે કોલેજના વિદ્યાર્થીઓ માત્ર Job creation અને જોબ ઓરિએંટેડ ન બની રહે પરંતુ નોકરીદાતાઓ અને કૌશલ્યનો વિકાસ થાય, સ્ટાર્ટ અપ કરે, નવી સંશોધન કરે તે હેતુથી ગુજરાત સરકારે સ્ટુડન્ટ્સ સ્ટાર્ટ અપ ઇનોવેશન પ્રોગ્રામ(SSIP) પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. 

ઇનોવેશન ક્લબ દ્વારા આયોજિત આ કેમ્પમાં મયુરીબેન વસાવા ટ્રેનર તરીકે જોડાયા હતા. તેઓએ સવારના ૯.૦૦ કલાકથી સાંજના ૪.૦૦ કલાક સુધી કુલ 10 અલગ-અલગ કીટ બેઝિક ઈલેક્ટ્રોનિક કીટ, મિકેનિકલ કીટ, ઉર્જા સંરક્ષણ કીટ, ટેલિસ્કોપ, એડવાન્સ સાયન્સ કીટ, ડ્રોન કીટ વગેરે અંતર્ગત ટ્રેનિંગ આપી તેમજ યોગ્ય નિર્દેશન કરી આ તમામ ઘટકોને જોડ્યા તેમજ ઉપયોગ કેવી રીતે કરવો વગેરે બાબતો સમજાવી હતી.

સરકારી વિનયન કોલેજ ડેડીયાપાડાના કો-ઓર્ડીનેટર ડૉ.વખતસિંહ ગોહીલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું અને આસિસ્ટન્ટ કો ઓર્ડીનેટર સંજયભાઈ પરમારે આભારવિધિ કરી હતી અને કાર્યક્રમમાં હિન્દી ના પ્રાધ્યાપક રમેશભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને લોક વિજ્ઞાન કેન્દ્ર, રાજપીપળા થી ભરતભાઈ ડોડિયા અને કલ્પનાબેન ઉપસ્થિત રહીને વિધ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है