શિક્ષણ-કેરિયર

ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન પ્રાથમિક શાળા કુકરમુંડા ખાતે યોજાયો:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન પ્રાથમિક શાળા કુકરમુંડા ખાતે યોજાયો હતો.

 જી.સી.ઈ.આર.ટી. – ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તાપી દ્વારા અને બી.આર.સી.ભવન કુકરમુંડા દ્વારા આયોજિત તાલુકા કક્ષાનું વિજ્ઞાન – ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૩ પ્રાથમિક શાળા કુકરમુંડામાં આયોજન કરવામાં આવેલ હતું.

જે અન્વયે કુકરમુંડા તાલુકાની ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ની પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર જુદા – જુદા પાંચ વિભાગોમાં પોતાની કૃતિઓ રજૂ કરી હતી . આ પ્રસંગે કુકરમુંડા તાલુકાનાં ટી.ડી.ઓ. શ્રી બી.ટી.પટેલા સાહેબ , જિલ્લા પંચાયત દંડકશ્રી રાહુલભાઈ ચૌધરી , જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી વર્ષાબેન કે . પાડવી , કારોબારી અધ્યક્ષશ્રી ગંગારામભાઈ પાડવી , સામાન્ય ન્યાય સમિતિ અધ્યક્ષ શ્રીમતી અમિલાબેન નરેશભાઈ પાડવી , તાલુકા પંચાયત દંડક શ્રીમતી યોગીતાબેન અમૃતભાઈ વળવી તેમજ અન્ય મહાનુભવોએ પોતાની હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા . કુકરમુંડા તાલુકાનાં ટી.ડી.ઓ. શ્રી બી.ટી.પટેલા સાહેબે બાળકોને જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા તથા શિક્ષકોને બાળકોનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવા માટે અપીલ કરી હતી .

આયોજીત વિજ્ઞાન મેળામાં વિજેતા થયેલા વિદ્યાર્થી ઓને ટ્રોફી આપવામાં આવી હતી જેમાં ગણિતમાં પ્રાથમિક શાળા કુકરમુંડાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, તમામ શાળાના વિજેતા વિદ્યાર્થીઓ તેમજ માર્ગદર્શક શિક્ષકોને પ્રમાણપત્ર , ટ્રોફી આપી ને સન્માનીત કરવામાં આવ્યા હતા.

પત્રકાર : સુહાસ વળવી કુકરમુંડા 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है