શિક્ષણ-કેરિયર

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉચ્છલ ખાતે ઓગસ્ટ-૨૦૨૨ પ્રવેશની છેલ્લી તારીખ જાહેર કરાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લાના અને ઉચ્છલ તાલુકાની  જાહેર જનતા જોગ સંદેશ:

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉચ્છલ ખાતે ઓગસ્ટ-૨૦૨૨ પ્રવેશની છેલ્લી તારીખ ૨૦ જુન: 

 વ્યારા-તાપી: રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉચ્છલમાં પ્રવેશસત્ર ઓગસ્ટ-૨૦૨૨માં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના માટે પ્રવેશવાંચ્છુક વિદ્યાર્થીઓ / ઉમેદવારો ઓગસ્ટ-૨૦૨૨માં ઓનલાઇન પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦-૦૬-૨૦૨૨ છે. પ્રવેશવાંચ્છુક વિદ્યાર્થીઓ / ઉમેદવારોને સંસ્થા ખાતેથી પ્રવેશ સંબંધિત માર્ગદર્શન તેમજ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. વધુ માહિતી માટે સંસ્થાનો રૂબરૂમાં સંપર્ક કરવા અથવા મો.નં. ૮૯૮૦૮૭૮૨૨૮ ઉપર સંપર્ક કરવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉચ્છલના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है