Breaking News

નવસારીના મિયાઝરી ગામના BSFના જવાનનું અકસ્માતમાં મૃત્યુ: ગામમાં ભારે શોકમય માહોલ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નવસારી કમલેશ ગાંવિત 

નવસારીના મિયાઝરી ગામના બીએસએફના જવાનનું રોડ અકસ્માતમાં દુ:ખદ મૃત્યુ થવાથી  ગામમાં ભારે શોકમય માહોલ:

નવસારી જિલ્લા ના ચીખલી તાલુકાના મિયા ઝારી ગામના અર્ધ લશ્કરના નિવૃત્ત જવાન ગુલાબભાઈ ગાયકવાડ
બી.એસ.એફ.માં 22 વર્ષ સુધી દેશની સેવા પછી નિવૃત્ત થઈ પોતાના પરિવાર સાથે જીવન વિતાવતા હતા. દમણ નોકરી પર જતી વખતે અકસ્માતમાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

વલસાડ જિલ્લાના પારડી નેશનલ હાઇવે પર ટ્રક ચાલકની ભૂલના કારણે ગંભીર રીતે અકસ્માતમાં ઘાયલ થયા હતા.તેમની સારવાર કસ્તુરબા હોસ્પિટલ વલસાડમાં સારવાર થઈ રહી હતી . ગંભીર ઈજા પહોંચી હતી.ચાર દિવસની સારવાર દરમિયાન મોત થયું હતું.

ગુજરાત અર્ધ લશ્કર સંગઠન ના દ્વારા જે બીએસએફ ના નિયમ મુજબ જે નિવૃત્ત જવાનને ગાર્ડ તરફથી સલામી આપવામાં આવે છે જે સંપૂર્ણ સન્નમાન સાથે સલામી ગાર્ડ દ્વારા આપવામાં આવ્યું અને આર્થિક મદદ અર્ધ લશ્કર ના વિભાગ દ્વારા જે મળે તે તેમજ ગુજરાત અર્ધ લશ્કર સંગઠન ના મારફતથી પણ આર્થિક સહાય મૃતક નિવૃત્ત સૈનિકના  પરિવાર ને કરવામાં આવી હતી. ગુજરાત અર્ધ લશ્કર સંગઠન પરિવાર ના સદસ્યો એ  નિવૃત્ત જવાન  ગુલાબભાઈ ના પાર્થિવ દેહ ને તિરંગા માં લપેટી જે સૈનિક તરીકે સન્માન આપવામાં આવે તે આપવામાં આવ્યું અને તે શક્ય આજના ગુજરાત અર્ધ લશ્કર સંગઠનના સહકાર થકી શક્ય બન્યું છે.

દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં અર્ધ લશ્કરના શહીદ પરિવાર અને ઉપસ્થિત રહીતે ગામના લોકો એ જણાવ્યું અર્ધ લશ્કરના શહીદ પરિવાર અને નિવૃત્ત પરિવાર માટે ગુજરાત માં સંગઠન દ્વારા આજનો જે પ્રસંગ ઈતિહાસ માં પ્રથમ વખત જે પ્રસનીય કામગીરી બિરદાવી હતી.

વિર જવાન  ગુલાબભાઈ ગાયકવાડ ના અંતિમ યાત્રા ના કાર્યક્રમમાં દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ, ખુશાલભાઈ જનરલ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, જગદીશભાઈ કો ઓર્ડીનેટર ગુજરાત પ્રદેશ, તુલસીભાઈ ગુજરાત પ્રદેશ મંત્રી, વલ્લભભાઈ સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ, બીપીનભાઈ મંત્રી, મોહનભાઈ મંત્રી, મુકેશભાઈ વલસાડ જિલ્લા પ્રમુખ નવસારી અને વલસાડ જિલ્લાના અર્ધ લશ્કર સંગઠનના મોટી સંખ્યામાં પરિવારના સદસ્યો હાજર રહ્યા હતા તેમજ બી.એસ.એફના ગાંધીનગર થી વિર જવાન ને સલામી આપવા માટે ઇન્સ્પેક્ટર ધનીરામ શર્મા અને તેમની સાથે 03 જવાન આવી મૃતક ગુલાબ ભાઇ ગાયકવાડ ને સન્નમાન સાથે સલામી આપવામાં આવી હતી તેમજ તેમના પરિવાર ના સદસ્યો ને સાત્વનાં આપી અને ગુજરાત અર્ધ લશ્કર પરિવાર આ દુઃખ ની ઘડી એ પરિવાર સાથેજ છે તેવું આશ્વાસન દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને સમગ્ર ગુજરાત અર્ધ લશ્કર સંગઠન ના પરિવાર ના સદસ્યો સાથે હોવાનું જણાવ્યું હતું. પરિવાર પર આવી પડેલ  આકસ્મિક ઘટના બાબતે સંપૂર્ણ સહકાર આપવા ખાત્રી આપવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है