
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
૧૩ માર્ચે યોજાનાર ‘સહકાર થી સમૃધ્ધિ’ કાર્યક્રમ અન્વયે રોડ ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું,
ટ્રાફીકનો સમસ્યા કે અન્ય પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ જાહેરનામું બહાર પાડી આવવા-જવા માટે વૈકલ્પિક માર્ગના ઉપયોગ અંગે જણાવ્યું:
વ્યારા-તાપી: તાપી જિલ્લાના બાજીપુરા શીત કેન્દ્ર (સુમુલ દાણ ફેકટરી) ખાતે આગામી ૧૩ માર્ચે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતના પનોતા પુત્ર એવાં કેન્દ્રિય ગૃહ અને સહકાર વિભાગના મંત્રીશ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત ગુજરાત રાજ્ય તથા કેબીનેટ, રાજ્યમંત્રીશ્રીઓ ‘સહકાર થી સમૃધ્ધિ’ કાર્યક્રમમાં પધારનાર છે.
આ કાર્યક્રમને અનુલક્ષીને ટ્રાફીકનો પ્રશ્ન ઉભો ન થાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ જાહેરનામું બહાર પાડી આવવા-જવા માટે વૈકલ્પિક માર્ગના ઉપયોગ અંગે જણાવ્યું છે. જાહેરનામા અનુસાર વ્યારા-સોનગઢ તરફથી સુરત તરફ જતા વાહનો માટે-ને.હા.નંબર-૫૩ બાજીપુરા બાયપાસ ત્રણ રસ્તાથી ડાયવર્ઝન આપી બાજીપુરા ગામ-વાલોડ વેડછી સર્કલ ચાર રસ્તા-શિકેર-અલ્લુ બોરીયા ઇસરોલી થઇ બારડોલી ને.હા.નંબર-૫૩ ઓવરબ્રીજ (વ્યારા, સોનગઢથી બારડોલી, સુરત તરફ જવા માટે), અને સોનગઢ તરફથી બાજીપુરા થઇ માંડવી તરફ જતા વાહનો માટે ઇન્દુ ગામ ઓવરબ્રીજ ને.હા.નંબર-૫૩- કાકરાપાર-તરસાડા (સોનગઢથી બાજીપુરા થઇ માંડવી તરફ જવા માટે) આ જાહેરનામાનું તા.૧૩/૦૩/૨૦૨૨ રોજ સવારે ૦૬.૦૦ થી સાંજે ૧૮ કલાક સુધી અમલમાં રહેશે.