ક્રાઈમ

લકઝરી બસમાં પેસેન્જર સીટ નીચે ચોર ખાના બનાવી ફેરાફેરી કરતાં લાખોનો દારૂ પોલિસે ઝડપી પાડયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

સાગબારા ખાતે થી લકઝરી બસમાં પેસેન્જર સીટ નીચે ચોર ખાના માંથી કિંમત રૂ. ૩૧,૮૧,૯૧૦/- નો દારૂ ઝડપાયો;

લકઝરી બસમાં પેસેન્જર સીટ નીચે ચોર ખાના માંથી ૪૪૮ પેટી દારૂ ની મળી આવી;

 

શ્રી. એ.એમ.પટેલ, પો.ઇન્સ. એલ.સી.બી.નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે સાગબારાની ધનશેરા ચેકપોસ્ટ ઉપર એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે વોચ તપાસમાં રહેતા એક અશોક લેલન કંપનીની સ્લીપર કોચ બસ નં.RJ-46-PA 1683 માં તપાસ કરતા તમામ પેસેન્જર સીટની નીચે પ્લાયવુડ ની પાટીયા ખોલી જોતા જે માંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ તથા બિયર ટીન બોટલ નંગ-૯૫૬૪ કુલ કિંમત ૩.૧૬,૭૪,૦૦૦/- નો પ્રોહી.જથ્થો ગે.કા.ભરી તથા લકઝરી બસ કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- મળી તમામ મુદામાલની કુલ કિં.રૂ.૩૧,૮૧,૯૧૦/- નો પ્રોહી. મુદામાલ મળી આવતા પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ અને ઉદયલાલ ભેરૂલાલજી મેનારીયા રહે.૧૦૭, નવ બાવડી પાસે, પાનેરીચોકી માંદળી, તા.જી. ઉદેયપુર રાજસ્થાન તથા રઘુવિરસિંહ શંકરસિંહ યુન્ડાવત રહે. ઓઝાગર ગામ પોસ્ટ- રામપુરીયા તા.જી.ભીલવાડા રાજસ્થાન તથા ભુપેન્દ્રસિંહ જસવંતસિંહ રાજપુત રહે.૧૭૫ પાન્નય સર્કલ નજીક,આઝાદ નગર તા.જી.ભીલવાડા રાજસ્થાન વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી સાગબારા પો.સ્ટે. કરવામા આવેલ.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है