
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
તાપી જીલ્લામાં મકાન/ દુકાન કે ઓફિસ ભાડે આપતા માલિકોએ ભાડુઆતની વિગતો તૈયાર કરી પોલીસ સ્ટેશન તથા મામલતદારને આપવું ફરજીયાત.. જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
વ્યારા : તાપી જિલ્લામાં કોઇ રહેણાંક મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિક કે સંચાલકો અગર તો આ માટે ખાસ સત્તા આપેલ હોય તેવી વ્યક્તિઓએ મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમો ભાડે આપેલ હોય તેવા મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિકોએ કે સંચાલકોએ નિયત નમૂનામાં માહિતી તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારને આપવા માટે ઇંચાર્જ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સાગર મોવલીયાએ જાહેરનામું બહાર પાડી તાપી જિલ્લામાં કોઇ રહેણાંક મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિક કે સંચાલકો અગર તો આ માટે ખાસ સત્તા આપેલ આપેલી હોય તેવી વ્યક્તિઓએ મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમો ભાડે આપે ત્યારે તેઓએ સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યકતિને આવી મિલ્કત ભાડે આપી શકશે નહિં. ભાડે આપવાના હોય તેવા મકાન/દુકાન/ઓફિસ/ઔદ્યોગિક એકમોની વિગત, ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી નિયત નમૂનામાં જે તે વિસ્તારના સંબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારને દિન-૭માં આપવાની રહેશે. આ હુકમ ૧૩.૦૧.૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.