રાષ્ટ્રીય

મુખ્યમંત્રીશ્રીએ દુધાળા ગામ ખાતે, રાજ્યના પ્રથમ “જળ ઉત્સવ ૨૦૨૩”નો શુભારંભ કરાવ્યો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ ખાતે, રાજ્યના પ્રથમ ૧૦ દિવસીય “જળ ઉત્સવ ૨૦૨૩”નો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રેરક ઉદ્ધબોધન કરતાં કહ્યું હતું કે, આજે રાજ્ય માટે ખૂબ જ અગત્યનો દિવસ છે. રાજ્યનો પ્રથમ જળ ઉત્સવ દુધાળાની ધરતી પર ઉજવાઈ રહ્યો છે.

અમરેલીમાં શરૂ થયો રાજ્યનો પ્રથમ જળ ઉત્સવ , મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો પ્રારંભ : 
આયોજિત કાર્યક્રમ માં  રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ
– ગાગડિયો નદીના કાંઠે જળ સંરક્ષણના અનેકવિધ કાર્યો સંપન્ન
– રાજ્ય સરકાર તથા ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા કરાયું આયોજન
– પ્રવાસનને વેગ આપવાના 25 નવેમ્બર સુધી યોજાશે “જળ ઉત્સવ” કાર્યક્રમ, 

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આયોજનબદ્ધ રીતે મજબૂત વિકાસનો પાયો વડાપ્રધાનશ્રીએ નાંખ્યો છે. તેમણે ઉમેર્યું કે પાણી-વીજળી-આરોગ્ય જેવી માળખાકીય સુવિધાઓ છેવાડાના ગામો સુધી પહોંચાડવા વડાપ્રધાનશ્રીએ આગવા વિઝનથી સેચ્યુરેશન પોઈન્‍ટનો વિચાર આપ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है