બ્રેકીંગ ન્યુઝ

કલેક્ટરશ્રીએ નડગખાદી ગામે દીપડાના હુમલાનો ભોગ બનનાર મૃતક પરિવારની મુલાકાત લીધી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ દિનકર બંગાળ 

ડાંગ જિલ્લા વહિવટી તંત્રનો સંવેદનશીલ અભિગમ: 

ડાંગ કલેક્ટરશ્રીએ નડગખાદી ગામે દીપડાના હુમલાનો ભોગ બનનાર મૃતક પરિવારની મુલાકાત લીધી:

વઘઇ: ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ચીચીનાગાંવઠા રેંજ વિસ્તારમા આવેલ નડગખાદી ગામમા આજ તા.૮/૧૧/૨૦૨૩ના રોજ વહેલી સવારે દિપડાએ એક વૃધ્ધ વ્યક્તિ ઉપર હુમલો કરતા તેનુ મોત નિપજ્યુ હતુ. જે ધટનાની જાણ ડાંગ જિલ્લા કલેક્ટર  મહેશ પટેલે મૃતક પરીવારની રૂબરૂ મુલાકાત લઈ, હુમલાનો ભોગ બનનાર સ્વ.મોતીરામભાઇ લાહનુભાઇ રાઉતની અંતિમ યાત્રામા સહભાગી થયા હતા.

જિલ્લા કલેક્ટરશ્રીએ નડગખાદી ગામે ધટના સ્થળની મુલાકાત લઈ, પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તેમજ પરીવારજનોને મળવા પાત્ર સહાય આપવા માટે તંત્ર સંવેદનશીલ અભિગમ સાથે પરિવારની વ્હારે છે તેમ જણાવ્યુ હતુ. 

ડાંગ જિલ્લો જંગલ વિસ્તાર હોઇ, સ્થાનિક લોકોને રાત્રી કે વહેલી સવારે એકલા નહિ ફરવા બાબતે તકેદારી દાખવવા પણ કલેક્ટરશ્રીએ સુચન કર્યુ હતુ. 

ઉલ્લેખનીય છે કે, આ ધટનાની જાણ થતા વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓએ પણ મૃતકના પરીવારની મુલાકાત લીધી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है