વિશેષ મુલાકાત

પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ  24×7 વેબ પોર્ટલ  દિનકર બંગાળ 

પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ: 

વઘઈ: ડાંગ જિલ્લાના પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લા સેવા સદનમાં તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. 

આ બેઠકમાં આહવા તાલુકાના લાભાર્થીઓના આવાસ યોજનાના હપ્તા જમા કરવા, તેમજ પુર્વપટ્ટી વિસ્તારના ચિંચલી ખાતે કાયમી જમાદારની નિમણુક કરવા ઉપરાંત, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ અંતર્ગત કોઈ લાભાર્થી કાર્ડ વિના રહી ન જાય તે માટે ઝુંબેશ હાથ ધરવા સુરેશભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ.

આહવા ગ્રામ પંચાયતની ડમ્પીંગ સાઇટની જગ્યા પસંદ કરી યોગ્ય જગ્યાએ કચરાનો નિકાલ કરવો, તેમજ વન વિભાગના પ્રશ્નોનીના નિકાલની ચર્ચા પ્રાંત અધિકારી પટેલ દ્વારા કરવામાં આવી હતી. જેમા કોઈ મતદાર રહી ના જાય તે માટે યુવાઓને VOTER HELPLINE એપ ડાઉનલોડ કરી, તેનો ઉપયોગ કરવા તેમજ વધુમાં વધુ યુવા મતદારોને એપનો ઉપયોગ કરી નામ દાખલ કરવા કરવાની પ્રક્રિયા હાથ ધરવા માટે બી.એલ.ઓ.ની કામગીરીનું નિરિક્ષણ કરવા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી વિજયભાઇ દેશમુખને જણાવ્યુ હતુ.જીલ્લા સેવા સદન ખાતે યોજાયેલ બેઠકમાં વિવિધ વિભાગોમાં અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है