ખેતીવાડી

વઘઇ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ હસ્તે કૃષિ કીટ્સ વિતરણ કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

વઘઇ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ હસ્તે કૃષિ કીટ્સ વિતરણ કાર્યક્રમ યોજાયો:

દિનકર બંગાળ, આહવા: વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત નાયબ ખેતી નિયામક (તા.). ખેડૂત તાલીમ કેન્દ્ર આહવા દ્વારા પ્રાકૃતીક ખેતી કરતા ૨ હજાર ખેડૂતોને જીવામૃત અગ્નિઅસ્ત્ર ,બ્રમાસત્ર, નિમાસત્ર વગેરે પ્રાકૃતિક ખેતીને લગતા જૈવિક આયમો બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ કીટસ તરીકે ૨૦૦ લિટરના ડ્રમ અને ટોકરને તાલુકા મુજબ વિતરણ કરવા માટે આહવા વઘઇ અને સુબીર તાલુકામાં વિતરણ કરવામાં આવ્યું હતું.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વ ધારાસભ્ય વિજયભાઈ આર પટેલ અને નાયબ ખેતી નિયામકશ્રી (તાલીમ) પિયુસ. એફ. ચૌધરીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ કીટસ તરીકે ૨૦૦ લિટરના ડ્રમ અને ટોકરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આહવા તાલુકામાં ખેડૂત તાલીમ કેન્દ્ર આહવા ખાતે તાલુકા ઉપ પ્રમુખશ્રી, સરપંચશ્રી, ડે.પ્રોજેકટ ડાયરેકટર આત્માની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ કીટસ તરીકે ૨૦૦ લિટરના ડ્રમ અને ટોકરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સુબીર તાલુકામાં માન. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, રાજુભાઇ ગામીત, તાલુકા પ્રમુખશ્રી, સરપંચશ્રી ની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ કીટસ તરીકે ૨૦૦ લિટરના ડ્રમ અને ટોકરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है