
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
બાગાયત વિભાગની એચ.આર.ટી-૫ યોજનાના ઘટકમાં નવીન આઇ ખેડુત પોર્ટલ ૨.૦ પર ઓનલાઈન અરજીઓ શરૂ:
ડાંગ જિલ્લાના ખેડુતોને ઓનલાઇન અરજી કરવા અનુરોધ:
દિનકર બંગાળ, આહવા: બાગાયત વિભાગ તરફથી બાગાયત ખાતાની એચ.આર.ટી.-૫ યોજનાના ઘટકમાં નવીન આઇ ખેડુત પોર્ટલ ૨.૦ પર અરજી કરી મહતમ લાભ લઇ શકે તે માટે આઇ ખેડુત પોર્ટલ પર ડાંગ જિલ્લાના ખેડુતોને ઓનલાઇન અરજી કરવા ખેડુતોને અનુરોધ કરવામાં આવે છે.
ડાંગ જિલ્લાના બાગાયતદાર ખેડૂતોએ વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવીન આઇ ખેડુત પોર્ટલ ૨.૦ પર અરજી કરી મહતમ લાભ લઇ શકે તે માટે આઇ ખેડુત પોર્ટલ પર એચ.આર.ટી.૫ યોજના હેઠળ મહિલા વૃતિકા તાલીમ માટે ડાંગ જિલ્લાના ખેડુતોને ઓનલાઇન અરજી કરી યોજનાનો લાભ લેવા માંગતા ખેડુત મિત્રોએ તા.૨૯/૦૭/૨૦૨૬ થી તા.૧૨/૦૮/૨૦૨૬ સુધીના સમયગાળા દરમ્યાન પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર હોય માટે નવીન આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. બાગાયતદારોએ યોજનાની સહાય લેવા માટે નવીન આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી કર્યા બાદ જ ખેડુતો અરજી કરી શકશે.
વધુમાં જણાવવાનું કે વર્ષ ૨૦૨૬-૨૦૨૭ થી નવીન આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ પર નોંધણી કરેલ તેમજ નવા નોંધણી થનાર ખેડુતોએ પોતાનું આધાર ઓથેંન્ટિકેશન ફરજીયાત કરવાનું રહેશે ત્યાર બાદ જ ઓનલા,ન અરજી કરી શકાશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનીક કાગળો સાથે દિન-૭ માં ડાંગ જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી આહવા-ડાંગ ખાતે જમા કરાવાની રહેશે. તેમજ વધુ માહિતી માટે આપના તાલુકાના બાગાયત અધિકારીશ્રી તથા નાયબ બાગાયત નિયામકશ્રી આહવા-ડાંગ ફોન નં.૦૨૬૩૧-૨૨૧૨૭૩ ઉપર સંપર્ક સાધવો તેમજ યોજનાની વધુ માહિતી માટે આઇ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in વેબ સાઈટ પર જોવા નાયબ બાગાયત નિયામકશ્રી આહવા-ડાંગ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.



