રમત-ગમત, મનોરંજન

તાપી જિલ્લાના કહેર ગામની દિકરીની ભારતીય ખો ખો ટીમમાં પસંદગી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

તાપી જિલ્લા અને આદિવાસી સમાજ નું ગૌરવ: 

તાપી જિલ્લાના કહેર ગામની દિકરીની ભારતીય ખો ખો ટીમમાં પસંદગી:

૧૨ થી ૧૫ ઓક્ટોબર સુધી આંતરાષ્ટ્રીય ખો-ખો ટેસ્ટ સિરિઝ મલેશિયા ખાતે યોજાનાર છે, જેમાં તાપી જિલ્લાની કહેર ગામની દીકરી ચૌધરી ઉપાસના ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે:

 વ્યારા: તાપી જિલ્લાના નાનકડા એવા કહેર ગામની દિકરી ચૌધરી ઉપાસના ભદ્રસિંહભાઇ જેઓ ખો ખો રમતમાં ઉચ્ચ સ્તરીય પ્રદર્શન કરી ભારતીય ટીમમાં પસંદગી પામેલ છે.

આંતરાષ્ટ્રીય ખો ખો ટેસ્ટ સિરિઝ તા.૧૨/૧૦/૨૦૨૩ થી તા.૧૫/૧૦/૨૦૨૩ સુધી મલેશિયા ખાતે યોજાનાર છે. જેમાં તાપી જિલ્લાની કહેર ગામની વતની ચૌધરી ઉપાસના ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે.

આ ખેલાડી દીકરી ચૌધરી ઉપાસના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી તાપી જિલ્લાની જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ શ્રી જે.બી. & એસ.એ. સાર્વજનીક હાઇસ્કુલ માં પસંદગી થઇ ખો ખો રમતમાં તાલીમ મેળવેલ હતી. ત્યારબાદ હાલ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ની સેન્ટર ઓફ એક્સેલેન્સીમાં પસંદગી પામેલ છે.

હાલમાં ઉપાસના શ્રી ર.ફ.દાબૂ કેળવણી મંડળ સંચાલીત આર્ટસ & કોમર્સ કોલેજ,વ્યારા ખાતે અભ્યાસ કરી ખો ખો રમતમાં તાલીમ મેળવી રહી છે. દિકરી ઉપાસના ખુબજ સારૂ પ્રદર્શન કરી તાપી જિલ્લાનું નામ રોશન કરે તેવી જિલ્લા વહિવટી તંત્ર-તાપી,જિલ્લા રમત વિકાસ અધિકારી-તાપી તેમજ શ્રી ર.ફ.દાબૂ કેળવણી મંડળ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है