રમત-ગમત, મનોરંજન

આઇસ સ્ટ્રોક રમતમાં દ્રષ્ટિ વસાવા ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ગુજરાત અને ભારતની પ્રથમ સિનિયર પ્લેયર ગર્લ:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

14 મી આઇસ સ્ટ્રોક વિશ્વ ચેમ્પિયનશિપમાં સિનિયરગર્લ દ્રષ્ટિ ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ગુજરાત અને ભારતની પ્રથમ સિનિયર પ્લેયર;

નેત્રંગ તાલુકાના થવા ગામની શિક્ષક દંપતી રંજન નાનાલાલ વસાવાની દિકરી દ્રષ્ટિ વસાવા ભારત તરફથી ઈટલીના રિટન એરેના શહેર ખાતે રમાઇ રહેલી 14મી આઈસ સ્ટ્રોક વિશ્વ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહી છે. જ્યાં ભારત દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત રાજ્ય તરફથી બે પ્લેયરોએ ભાગ લીધો છે. સુરત શહેરના વિકાસ વર્મા તેમજ ભરુચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ગામની દ્રષ્ટિ વસાવા. એક આદિવાસી દીકરીની ટ્રાઇબલ વિસ્તારથી લઇ વર્લ્ડ ચેમ્પિયનશીપ સુધી સફર દેશની કરોડો દિકરીઓને પ્રેરણા પૂરી પાડી માઇલ સ્ટોન બનશે.

ભારત દેશના ઇતિહાસ પ્રથમ વાર વિન્ટરની રમતમાં કોઇએ ભાગ લીધો હોઇ એવું બન્યું છે. આઇસ સ્ટ્રોક રમતમાં સિનિયર ગર્લ દ્રષ્ટિ વસાવા ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ગુજરાત અને ભારતની પ્રથમ સિનિયર પ્લેયર ગર્લ બની છે. હાલ ગુજરાતમાંથી વિકાસ વર્મા અને દ્રષ્ટિ વસાવા બે પ્લેયરોએ ગેમમાં ભાગ લીધો છે. જ્યાં વિકાસ વર્મા દ્રષ્ટિની રમતના કોચ તરીકે પણ ફરજ નિભાવી રહ્યાં છે.

આ રમતમાં ભારત તરફથી તેમાં પણ ખાસ કરીને ટ્રાયબલ વિસ્તારથી આવતી નાનકડા ગામની 22 વર્ષીય યુવતી દ્રષ્ટિ વસાવા એ બરફમાં રમાતી રમતમાં વિપરિત વાતાવરણ વચ્ચે સુરત શહેરના રોડ પર પ્રેક્ટીસ કરી હતી. હાલ ઇટલીનું તાપમાન 4 ડિગ્રી જેટલું હસે. (આ લખાઇ રહ્યું છે બાદમાં ઇટલીનુ તાપમાન માઇન્સમાં પણ જતુ રહે એમાં નવાઇ નહી) આમ, વિપતરીત વાતાવરણ અને મર્યાદિત સંસાધન સાથે પ્રેક્ટીસ કર્યા બાદ ભારતના જન્મુ-કાશ્મીરમાં આવેલાં ગુલમર્ગ ખાતે યોજાયેલી નેશનલ ચેમ્પિયન આઇસ સ્ટોક સ્પોર્ટસમાં બ્રોન્ઝ મેડલ જીતી પોતાનું દમખમ બતાવી દીધું હતું.

આઇસ સ્ટ્રોક વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટાર્ગેટ અને લોન્ગ ડિસ્ટન્સ બન્નેમા દ્રષ્ટિ ભાગ લેશે. આ રમતમાં બે થ્રો વચ્ચે અંતર 30 મીટર જેટલું અંતર હોઇ છે. અને આઇસ સ્ટ્રોકનું વજન અંદાજે 6 થી 10 કિલોગ્રામ હોઇ છે. વિભાગ પ્રમાણે અપડેટ્સ આ રમત મા પણ હોઇ છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है