રમત-ગમત, મનોરંજન

વઘઈ તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત 

ડાંગ  જિલ્લાનાં વઘઈ તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષક ક્રિકેટ ટુર્નામેન્ટ, શ્રીવરદાન સ્પોર્ટ્સ ક્લબ નવાનગર ખાતે આયોજન કરવામાં  આવ્યુ હતું. 

વઘઈ તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ દ્વારા “પ્રાથમિક શિક્ષક ક્રિકેટ ટુર્નામેન્ટનું” આયોજન શ્રી વરદાન સ્પોર્ટ્સ ક્લબ નવાનગર ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ઉદ્ધાટક તરીકે વઘઈ તા.શિ. અધિકારી તુળશીરામ સાહેબશ્રી, મુખ્ય મહેમાનશ્રી ડાંગ. જિ.પ્રા.શિ.સંઘના પ્રમુખશ્રી ધનજરાવ એસ. ભોયે, મહામંત્રીશ્રી રણજીતભાઈ પટેલ, તાલુકા પ્રા. શિ. ધિ.અને ગ્રા. સ. મંડળીના પ્રમુખશ્રી યશવંતભાઈ મંત્રીશ્રી કૌશિકભાઈ, તથા તમામ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ શિક્ષક ટુર્નામેન્ટમાં વઘઈ તાલુકાના દરેક કેન્દ્ર માંથી નવ જેટલી ટીમો એ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સેમીફાઈનલ અને ફાઇનલ મેચ ખુબજ રોમાંચક અને રસ્સાકસી ભરી રહી હતી. ફાઈનલ મેચ કેન્દ્ર દગડીઆંબા અને નડગચોંડ વચ્ચે રમાઈ હતી જેમાં દગડીઆંબા ટીમ વિજેતા થઈ હતી. મેન ઓફ ધ મેચ પરેશભાઈ, બેસ્ટ બેટ્સમેન મયુર, બેસ્ટ બૉલર જ્યોર્જ એરિક મિસ્ત્રી થયા હતા. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા તાલુકા ઘટક સંઘના પ્રમુખશ્રી સુરેન્દ્રભાઈ, મંત્રીશ્રી સુરેશભાઈ, જયંતીભાઈ, તમામ હોદેદારો, શિક્ષક મિત્રો, તેમજ નવાનગર વરદાન સ્પોર્ટ્સ ક્લબના તમામ મિત્રો, સમસ્ત ગ્રામજનોના સહયોગથી આ ટુર્નામેન્ટ ખૂબ જ સફળ રહી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है