રમત-ગમત, મનોરંજન

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે તાપી જિલ્લાની મુલાકાત કરી નિર્મણાધિન રમત ગમત સંકુલનુ કર્યુ નિરિક્ષણ:

અદ્યતન સગવડો સાથે આકાર પામનાર આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ દ્વારા જિલ્લામાં વિવિધ રમત ગમતના ખેલાડીઓને તૈયાર કરવા સાથે આ કોમ્પ્લેક્ષ ફક્ત તાપી જિલ્લા પૂરતું જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિવિધ રમતોના આયોજનમાં બહુ ઉપયોગી સાબીત થશે:-મુખ્યમંત્રીશ્રી.

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે તાપી જિલ્લાની મુલાકાત કરી નિર્મણાધિન રમત ગમત સંકુલનુ કર્યું નિરિક્ષણ : 

આઠ એકર જમીન ઉપર અંદાજિત રૂપિયા 28.69 કરોડના ખર્ચે સુવિધા સંપન્ન આધુનીક રમત ગમત સંકુલનું ભવ્ય નિર્માણ થશે: 

6.50 કરોડના કામો પ્રગતિ હેઠળ જ્યારે 22.19 કરોડના કામો ટુંક સમયમાં શરૂ થશે; 

બેડમિન્ટન, બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસ, શુટિંગ રેન્જ, યોગા, જીમ થતા જુડોની રમતો માટે ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ અને  ૨૦૦ ખેલાડીઓની ક્ષમતા વાળી હોસ્ટેલ, ચાર લેન સિન્થેટીક એથ્લેટિક ટ્રેકનું ફુટબોલ ગ્રાઉન્ડ સહિત બાસ્કેટ બોલ, ટેનિસ કોર્ટની સુવિધા કરાશે, 

મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા “હર ઘર તિરંગા” કાર્યક્રમની થીમ સોંગનું લોંન્ચિગ કર્યું. 

વ્યારા-તાપી) તા.0૪: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વ્યારા સ્થિત કાનપુરા ખાતે રમતગમત સંકુલના નિર્માણ કાર્યનુ નિરીક્ષણ કર્યુ હતુ. રૂપિયા 28.69 કરોડના ખર્ચે અદ્યતન સગવડો સાથે આકાર પામનાર આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ દ્વારા જિલ્લામાં વિવિધ રમત ગમતના ખેલાડીઓને તૈયાર કરવા સાથે આ કોમ્પ્લેક્ષ ફક્ત તાપી જિલ્લા પૂરતું જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિવિધ રમતોના આયોજનમાં બહુ ઉપયોગી સાબીત થશે. રાજ્યના બહુલ આદિવાસી વિસ્તારો પણ વિકાસ સાથે રમત ગમત ક્ષેત્રે ઉચેરૂ સ્થાન હાંશલ કરશે તેવી સરકારની નેમ સાથે સાકારિત થનારા આ સંકુલનો બહોળો લાભ તાપી વિસ્તારને મળશે.

તાપી જિલ્લાના વ્યારા સ્થિત આ સંકુલનું નિર્માણ આઠ એકર જમીન ઉપર થઇ રહેલ છે. બ્લોક નં. 485 પૈકી 26,756 ચો.મી. તથા બ્લોક નં.489 પૈકી 5,277 ચો.મી. મળી કુલ 32,912.00 ચો.મી. જમીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના બાંધકામ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ફાળવવામાં આવી છે.

આ સંકુલમાં ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ જેમાં બેડમિન્ટન, બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસ, શુટિંગ રેન્જ, યોગા, જીમ થતા જુડોની રમતો તમામ સાધન સુવિધા યુક્ત હોલનું નિર્માણ માટે રૂપિયા ૫.૫૦ કરોડની વહિવટી મંજુરી મેળવી કામનો પ્રારંભ કરવામાં આવેલ છે. જેની 35 ટકા કામગીરી હાલ પુર્ણ થયેલ છે. સંપુર્ણ કામગીરી અંદાજિત 31-12-2022 સુધી કામગીરી પુર્ણ થશે. આ ઉપરાંત વોલીબોલના ૨, ખો-ખો-૧, કબડ્ડી-2 તથા પ્રેક્ટીસ આર્ચરીના આઉટડોર ગ્રાઉન્ડના બાંધકામ માટે અંદાજિત રૂપિયા ૦૧ કરોડ વહિવટી મંજુરી મેળવી કામનો પ્રારંભ કરી જેની 80 ટકા કામગીરી હાલ પુર્ણ થયેલ છે. આમ હાલ 6.50 કરોડના કામો પ્રગતિમાં છે આ સંપુર્ણ કામગીરી અંદાજિત 31-08-2022 સુધી કામગીરી પુર્ણ થશે.

સંકુલની અન્ય ખાસ બાબતોમાં જિલ્લા રમત સંકુલ ખાતે 200 ખેલાડીઓની ક્ષમતા વાળી હોસ્ટેલ બિલ્ડીંગનું કામ અંદાજીત રૂપિયા 14 કરોડમાં, ચાર લેન સિન્થેટીક એથ્લેટિક ટ્રેકનું ફુટબોલ ગ્રાઉન્ડ સહિતનું કામ અંદાજીત રૂપિયા 6.80 કરોડ, બાસ્કેટ બોલ-૧ તથા ટેનિસ કોર્ટ-૧ના ગ્રાઉન્ડ રૂપિયા 1.39 કરોડ મળી કુલ- રૂપિયા 22.19 કરોડના ખર્ચે કામો શરૂ થનાર છે. આમ જિલ્લામાં કૂલ-28.69 કરોડના ખર્ચે તમામ સુવિધા સંપન્ન રમત ગમત સંકુલ નિર્માણ થશે.

આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ દ્વારા તાપી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના રમતગમતના ખેલાડીઓ માટે સ્પોર્ટસમાં કારકીર્દી બનાવવા પાયારૂપ ભૂમિકા અદા કરશે. દક્ષિણના છેવાડાનો જિલ્લો તાપી પોતાની અનેક બાબતો માટે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. ત્યારે આ સ્પોર્ટસ સંકુલ તાપી જિલ્લાને શોભાન્વિત કરી રમત પ્રિય જનતા માટે ઉચ્ચ કોટીની સેવા પુરી પાડશે તેમા કોઇ બેમત નથી.

આ પ્રસંગે પીઆઇયુ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત મુખ્ય ઇજનેરશ્રી અશોક વનારાએ સ્પોર્ટ ગ્રાઉન્ડના ડેમો મોડેલ સહિત વિવિધ સુવિધાઓ અંગે વિસ્તૃત જાણકારી મુખ્યમંત્રીશ્રીને આપી હતી. મુખ્યમંત્રી શ્રીએ આ સ્પોર્ટ્સ સંકુલ ખાતે વૃક્ષારોપણ કર્યુ હતુ. તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાપડિયા દ્વારા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલી “હર ઘર તિરંગા”કાર્યક્રમની થીમ સોંગ અંગે જાણકારી ઉપસ્થિતોને આપવામાં આવી હતી. આ થીમ સોંગનું લોન્ચિંગ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કર્યું હતું.

આ વેળાએ રાજ્ય કક્ષાના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, નાણા વિભાગના ગુજરાત રાજ્ય મંત્રીશ્રી ક્નુભાઇ દેસાઇ, જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજભાઈ વસાવા, ન.પા.પ્રમુખ સેજલ રાણા, જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા, જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારી ચેતન પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીત સહિત અન્ય  ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है