રમત-ગમત, મનોરંજન

ખેલમહાકુંભ-૨૦૨૧-૨૨ અંતર્ગત આગામી ૧૩ થી ૧૭ મે સુધી દક્ષિણ ઝોનકક્ષાની કબડ્ડી સ્પર્ધાઓ યોજાશે: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

ખેલમહાકુંભ-૨૦૨૧-૨૨:-

આગામી તારીખ ૧૩ થી ૧૭ મે સુધી દક્ષિણ ઝોનકક્ષાની કબડ્ડી સ્પર્ધાઓ યોજાશે: 

વ્યારા-તાપી: ખેલમહાકુંભ-૨૦૨૧-૨૨ અંતર્ગત દક્ષિણ ઝોનકક્ષા અંડર-૧૪,૧૭, ઓપન વયજૂથની ભાઇઓ-બહેનો માટે કબડ્ડી સ્પર્ધાઓ જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, તાપી(વ્યારા) દ્વારા સ્પર્ધાઓનું આયોજન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારા જિ.તાપી ખાતે આગામી તા.૧૩/૦૫/૨૦૨૨ થી તા.૧૭/૦૫/૨૦૨૨ સુધી યોજાનાર છે. દક્ષિણ ઝોનકક્ષા કબડ્ડી સ્પર્ધાના કાર્યક્રમ અનુસાર તા.૧૪-૦૫-૨૦૨૨ના રોજ અંડર-૧૪ ભાઇઓ-બહેનોની સ્પર્ધાઓ, તા.૧૫-૦૫-૨૦૨૨ના રોજ અંડર -૧૭ ભાઇઓ-બહેનોની સ્પર્ધા અને તા.૧૬-૦૫-૨૦૨૨ના રોજ ઓપન એજ ભાઇઓ-બહેનોની સ્પર્ધા યોજાશે. સ્પર્ધાઓ અને રિપોર્ટીંગ આર્ટસ & કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ, વ્યારા ખાતે થશે. બહેનો માટે નિવાસ સ્થળ વુમન્સ હોસ્ટેલ, આર્ટસ & કોમર્સ કોલેજ, વ્યારા અને ભાઇઓ માટે દક્ષિણાપથ વિવિધલક્ષી હાઇસ્કુલ વ્યારા જિ.તાપી રાખવામાં આવેલ છે. આ અંગે વધુ જાણકારી માટે દિક્ષિતભાઇ પટેલ :- ૯૮૭૯૫-૩૬૬૬૮, ૯૯૨૫૫-૭૩૬૮૮, ઋતુજા દેઉલકર- ૯૭૧૪૭-૬૬૬૦૭, હાર્દિક ટેલર- ૯૭૨૪૫-૭૩૫૨૪ સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી, ચેતન પટેલની અખબારી યાદીમાં જણાવાયું છે. 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है