રમત-ગમત, મનોરંજન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત સાંસદ યોગ (ભાઇઓ/બહેનો) સ્પર્ધામાં ભાગ લેવા બાબત: 

શ્રોત:  ગ્રામિણ ટુડે ન્યુઝ,  24×7 વેબ પોર્ટલ

તાપી જીલ્લાની જાહેરજનતા જોગ સંદેશ :

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત સાંસદ યોગ (ભાઇઓ/બહેનો)  સ્પર્ધામાં ભાગ લેવા બાબત: 

તાપી : સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, તાપી દ્વારા સાંસદ યોગ (ભાઇઓ/બહેનો) સ્પર્ધા યોજવામાં આવનાર છે. જે અન્વયે સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ DLSS વ્યારા અથવા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, તાપી ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા.૧૩/૦૬/૨૦૨૩ સુધીમાં ફોર્મ કચેરીમાં ભરી જમા કરાવવાના રહેશે. વધુ વિગત માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના ફોન નંબર – (૯૮૭૯૫૩૬૬૬૮ / ૯૭૨૪૫૭૩૫૨૪) ઉપર સંપર્ક કરી શકાશે. યોગ સ્પર્ધાનું આયોજન વય જૂથનું ગ્રુપ અનુસાર કરવાનું રહેશે. એ ગૃપ- ૦૯ થી ૧૯ વર્ષ સુધીના, બી ગૃપ-૨૦ થી ૩૫ વર્ષ સુધીના, સી ગ્રપ- ૩૬ થી ૬૦ વર્ષ સુધીના અને ડી ગૃપ-૬૦ વર્ષથી વધુ વયના તમામ આ મુજબ કરવામાં આવશે. જેમાં જન્મ તારીખ ૧ જાન્યુઆરી ૨૦૨૩ ની ગણવામાં આવશે. આ સ્પર્ધામાં વધુમાં વધુ સ્પર્ધકોને ભાગ લેવા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है