રાષ્ટ્રીય

CPVC પાઈપની ઉત્પાદન કરતી કંપની પર ભારતીય માનક બ્યૂરોના દરોડા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ 

CPVC પાઈપની ઉત્પાદન કરતી અમદાવાદની  કંપની પર ભારતીય માનક બ્યૂરોના દરોડા:

ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓ દ્વારા બ્યૂરોના માન્ય લાયસન્સ વિના ISI માર્ક લાગેલી CPVC પાઈપના ઉત્પાદનમાં સંડોવાયેલ માહિતીના આધારે તા.27.12.2022ના રોજ અમદાવાદમાં કાર્યરત મેસર્સ હિન્દવા પોલિમર્સ, પ્લોટ નંબર 178, કઠવાડા, જીઆઈડીસી, ઓઢવ, અમદાવાદ પર દરોડાના કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન ISI માર્ક લાગેલી લગભગ 27450 મીટર CPVC પાઈપો જપ્ત કરવામાં આવી.

ભારતીય માનક બયૂરોની પૂર્વ પરવાનગી વિના માનક ચિહ્નો ઉપયોગ કરવાવાળાની વિરૂધ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ, 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે.  આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2,00,000-/ આર્થિક દંડ અથવા બંનેની સજાની જોગવાઈ છે.

બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે લાયસન્સ વગર ભારતીય માનક બ્યૂરોના (ISI) માર્કનો દુરૂપયોગ કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરોની અમદાવાદ શાખા સમય સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યૂરોના માનકચિહ્નોના દુરૂપયોગની માહિતી હોય તે એના વિષે પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, ત્રીજોમાળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠ પાછળ, આશ્રમરોડ, અમદાવાદ-380014, ફોન નં. 079-27540314 પર લખી શકે છે. ફેરિયાદને ahbo@bis.gov.in અથવા cmed@bis.gov.in પર મેલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है