આરોગ્યરાષ્ટ્રીય

વિશ્વ પર્યાવરણ દિને ડાંગના વનપ્રદેશમા ‘વન એ જ જીવન’ નો સંદેશ ગુંજતો કરાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,  ડાંગ રામુભાઈ માહલા

વિશ્વ પર્યાવરણ દિને ડાંગના વનપ્રદેશમા ‘વન એ જ જીવન’ નો સંદેશ ગુંજતો કરાયો:

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે ડાંગના દેવીનામાળ ખાતે બાળવૃક્ષના વાવેતર સાથે વિતરણ કરાયુ :

આહવા :  ‘વન એ જ જીવન’ ના સંદેશ સાથે વનપ્રદેશ ડાંગમા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ની ઉજવણી કરવામા આવી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત સહિત ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, કલેકટર શ્રી ભાવિન પંડયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા, વલસાડ વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી મનેશ્વર રાજા, ડાંગના નાયબ વન સંરક્ષકો સર્વશ્રી અગ્નિશ્વર વ્યાસ, અને નિલેશ પંડયા, નાયબ પોલીસ અધિકારી શ્રી વસાવા સહિતના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓ, વનકર્મીઓ, વનપ્રેમીઓ વિગેરે એ ઉપસ્થિત રહ્યા હતા.

ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવાને સીમાડે આવેલા દેવીનામાળ કેમ્પ સાઈટના પટાંગણમા યોજાયેલા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ઉજવણી કાર્યક્રમ દરમિયાન વિશેષ કરીને વનઔષધિઓના રોપઓ, અને સુશોભિત પ્લાન્ટ્સનુ વાવેતર અને વિતરણ કરાયુ હતુ.

‘કોરોના કાળ’ મા માનવીઓને વૃક્ષ અને ઓક્સિજન ની કિંમત બખૂબી સમજાઈ ગઈ છે, ત્યારે આવનારી પેઢીને વન પર્યાવરણનો મજબૂત વારસો આપી શકાય તે માટે, આ વર્ષના ચોમાસામા પ્રત્યેકજન એક એક વૃક્ષ વાવે, અને તેનુ જતન, સંવર્ધન કરે તે જરૂરી છે તેવો એકમત મહાનુભાવોએ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે આહવાના પરિક્ષેત્ર વન અધિકારી શ્રી રાહુલ પટેલ તથા તેમની ટીમે આયોજન, વ્યવસ્થા સંભાળી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है