રાષ્ટ્રીય

મોંઘવારીનો વધુ એક ઝાટકો, સપ્તાહમાં બીજી વખત ઘરેલુ ગેસ સિલિન્ડર ૨૫ રૂપિયા મોંઘુ થયુ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ 

સરકાર દ્વારા જનતાને મોંઘવારીનો વધુ એક ઝાટકો, સપ્તાહમાં બીજી વખત ઘરેલુ ગેસ સિલિન્ડર ૨૫ રૂપિયા મોંઘુ થયુ:

દિલ્હીમાં સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં પહેલી માર્ચથી એટલે કે આજથી ફરી ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ ૧૪.૨ કિગ્રા વજનવાળા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ હવે વધીને ૭૯૪ રૂપિયાથી ૮૧૯ રૂપિયા થઈ ગયા છે. અગાઉ ૨૫ ફેબ્રુઆરીના રોજ પણ એલપીજી ગેસના ભાવમાં ૨૫  રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય  બજારમાં કાચાં તેલની ઘટતી કિંમત અને દેશમાં પેટ્રોલ,ડીઝલના વધતાં ભાવોએ સામાન્ય માણસો ની ચિંતા વધારી છે તે વચ્ચે સરકારે ગેસ સિલિન્ડરના ભાવ વધારી આપ્યો વધુ એક ઝટકો; 

કોલકાતામાં સબસિડીવાળા અને કોમર્શિયલ એમ બંને પ્રકારના ગેસ સિલિન્ડરની કિંમત વધી ગઈ છે. સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૫ રૂપિયાના વધારા બાદ હવે તેની કિંમત ૮૪૫.૫૦ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 

૧ ડીસેમ્બર થી લઇ આજદિન સુધી સતત વધતો ભાવ  રાજધાની દિલ્હીમાં પહેલી ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાં એલપીજી ગેસ સિલિન્ડર ૨૨૫  રૂપિયા મોંઘા થયા છે. પહેલી ડિસેમ્બરના રોજ એલપીજી ગેસની કિંમત ૫૯૪  રૂપિયાથી વધીને ૬૪૪ રૂપિયા થઈ ગઈ હતી. ત્યાર બાદ પહેલી જાન્યુઆરીના રોજ ૬૪૪ રૂપિયાથી વધીને ૬૯૪ રૂપિયા થઈ ગઈ હતી. બાદમાં ૪ ફેબ્રુઆરીએ ૬૯૪ રૂપિયાથી ૭૧૯ રૂપિયા અને તેના પછી ૧૫ ફેબ્રુઆરીએ ૭૧૯ રૂપિયાથી ૭૬૯ રૂપિયા થયો. ૨૫ ફેબ્રુઆરીના રોજ એલપીજી ગેસના ભાવમાં ૨૫  રૂપિયાનો વધારો કરાયો જેથી તેની કિંમત ૭૬૯ રૂપિયાથી વધીને ૭૯૪ રૂપિયા થઈ ગયેલી. હવે પહેલી માર્ચના રોજ એલપીજી ગેસના ભાવમાં ૨૫  રૂપિયાનો વધારો કરવામાં આવ્યો તે સાથે જ તેની વર્તમાન કિંમત ૮૧૯ રૂપિયા થઈ ગઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है