દક્ષિણ ગુજરાતધર્મ

સમસ્ત ખ્રિસ્તી સમાજ “ભરુચ જીલ્લા” દ્વારા જીવન આઘ્યાત્મિક કેન્દ્ર ભરુચ ખાતે બેઠકનું આયોજન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી

સમસ્ત ખ્રિસ્તી સમાજ-ગુજરાત (રજી) “ભરુચ જીલ્લા” દ્વારા જીવન આઘ્યાત્મિક કેન્દ્ર ભરુચ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું;

આજ રોજ “સમસ્ત ખ્રિસ્તી સમાજ ભરુચ જીલ્લા” દ્વારા ભરુચ બંબાખાના વિસ્તાર માં આવેલ ” જીવન આઘ્યાત્મિક કેન્દ્ર” ખાતે ભરુચ જીલ્લા, નર્મદા જીલ્લા, તાપી જિલ્લા, નવસારી, સુરત જીલ્લાના આગેવાનો તેમજ સભ્યોની ખાસ બેઠક મળી હતી,
ભરૂચ: આજની બેઠકમાં  ખ્રિસ્તી ધર્મના  પડતર પ્રશ્નો, અને  સમાજ ના લોકો ને પડતી અનેક  મુશ્કેલીઓ અને જરૂરીયાતો, સમાજ ના લોકો ને એક જુથ કરી જાગ્રુતિ લાવવા, સરકારશ્રી ના નિતી નિયમોને આધીન યોગ્ય અને સમજપૂર્વક સેવાઓ કરવી, તેમજ કેટલાક વિઘ્નસંતોશીઓ દ્વારા ગત દિવસોમાં પ્રાર્થના ઘર  તોડી પાડવા ના બનાવો ને ધ્યાનમા લઈ અનેક બાબતો પર  ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી, અને કાયદાકીય સમજ આપવામાં આવી હતી, આ સાથે ગુજરાત હાઇકોર્ટ ના વકીલ સંજયભાઈ એલિયાસ દ્વારા કાયદાકીય જ્ઞાન આપતા જણાવ્યુ હતું કે આપણા  બંધારણ ના વિરુદ્ધ જઈને કોઈ પણ કાર્ય કરવું નહીં, આપણા માટે  બંધારણ સર્વોચ્ચ છે, તેમાં રહી ને જ કાર્ય કરવું, આપણને મળતાં બંધારણીય હક અને કાયદાકીય સ્વરક્ષણ પર ચર્ચા કરવામાં આવી હતી,   કોઈ પણ ધર્મ હોય કે  સમાજ હોય તેને ભારતીય બંધારણ માં રહી ને જ કામ કરવું જોઈએ, ભારતની એકતા અને અખંડતા અને શાંતિ બની રહે માટે સતત પ્રયત્નો કરવા જોઈએ  તેમ પોતાના વક્તવ્યમાં વકીલ સંજય એલિયાસએ જણાવ્યું હતું. 
સમગ્ર કાર્યક્રમ ભરુચ જીલ્લા ખ્રિસ્તી સમાજના પ્રમુખ મુકેશ ભાઈ ભગત, જીલ્લા ઉપપ્રમુખ ડો. સંદીપભાઈ રજવાડી, ગુજરાત હાઈકોર્ટે ના વકીલશ્રી સંજયભાઈ એલીયાસના અધ્યક્ષપણે  યોજાયો હતો, 

કાર્યક્રમનું સંચાલન પ્રમુખ મુકેશ ભગત દ્વારા કરવામાં આવ્યું હતું, અને સ્વાગત કાર્યક્રમ સંદીપ રજવાડી દ્વારા કરવામાં આવ્યો હતો, કાર્યકર્મમાં સવાલ જવાબનો સમય ફાળવવામાં આવ્યો હતો, અને ધર્મ વિધયેક બાબતે સમજ પ્રમુખ સ્થાને થી વકીલ સંજયભાઈ એલિયાસ દ્વારા  આપવામાં આવી હતી, અને  પ્રાસંગિક ઉધ્બોધન  ડો. ટી.એમ. ઓંકાર દ્વારા આપવામાં આવ્યું હતું, 

આજનાં કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના વકીલ સંજયભાઈ એલિયાસ, વકીલ હરીસીગ વસાવા, “આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરીષદ “Dr, ટી. એમ ઓનકાર, સમસ્ત ખ્રિસ્તી સમાજ ગુજરાતના સંગઠન મંત્રી દિપકભાઈ ગામીત, સમસ્ત ખ્રિસ્તી સમાજ ગુજરાતના ટ્રસ્ટી સુનીલ ગામીત સહીત  દરેક તાલુકાના સંગઠન પ્રમુખો  તથા જુદી જુદી જગ્યાએ થી પાસ્ટર, સેવકગણ, વડીલો, આગેવાનો તથા સભ્યગણ  ઉપસ્થિત રહ્યા હતા. અને સમગ્ર બેઠક દરમિયાન  સરકાર ની ગાઈડલાઈન્સ મુજબ અનેક બાબતો ધ્યાન રાખવામાં આવી હતી. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है