આરોગ્ય

વલસાડ-ડાંગના સાંસદ સભ્ય શ્રી ધવલભાઇ પટેલના હસ્તે ડાંગ જિલ્લામાં ૩ નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

વલસાડ-ડાંગના સાંસદ સભ્ય શ્રી ધવલભાઇ પટેલના હસ્તે ડાંગ જિલ્લામાં ૩ નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ:

સાંસદ શ્રી ધવલ પટેલ, ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઇ ગામીત સહિતના મહાનુભાવોએ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી:

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : ડાંગ જિલ્લાના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ, ઝડપી અને વેગવંતી બને તે હેતુથી ન્યુ ગુજરાત પેટર્ન યોજના ૨૦૨૪-૨૫ અંતર્ગત જિલ્લાના ગલકુંડ, ઝાવડા અને શિંગાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) માટે કુલ ખર્ચ રૂપિયા ૪૪,૭૦,૦૦૦ ના મંજૂર થયેલા, ૩ નવીન અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ ડાંગ જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવ્યું હતું.

વલસાડ-ડાંગના સાંસદ સભ્ય શ્રી ધવલભાઇ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઇ ગામીત સહિતના મહાનુભાવોએ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરી લીલી ઝંડી આપી હતી.

આ પ્રસંગે સાંસદ સભ્ય શ્રી ધવલભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, કેબીનેટ મંત્રી શ્રી નરેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ન્યુ ગુજરાત પેટર્ન યોજના ૨૦૨૪-૨૫ અંતર્ગત ડાંગ જિલ્લામાં આરોગ્ય સેવાઓ વધુ સારી બને તે માટે ત્રણ એમ્બ્યુલન્સની ફાળવવામાં આવી છે. આ નવીન એમ્બ્યુલન્સ સેવાઓ શરૂ થવાથી ગલકુંડ, ઝાવડા અને શિંગાણા તેમજ તેની આસપાસના અંતરિયાળ વિસ્તારના સ્થાનિક આદિવાસી અને ગ્રામીણ નાગરિકોને કટોકટી કે કટોકટીના સમયે તાત્કાલિક તબીબી સહાય ખૂબ જ સરળતાથી મળી રહેશે અને આરોગ્ય ક્ષેત્રે પણ ફાયદો થશે.

આ પ્રસંગે વલસાડ-ડાંગના સાંસદ સભ્ય શ્રી ધવલભાઇ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઇ ગામીત સહિત ડાંગ જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ડાંગ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી.તબીયાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિંમાશુ ગામીત સહિતના અધિકારીશ્રીઓ, આરોગ્ય કર્મીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है