દક્ષિણ ગુજરાત

મહિલા તલાટી અને ખાનગી વ્યક્તિ આંગડિયા મારફતે રૂ.એક લાખની લાંચ લેતા ACB નાં છટકામાં ઝડપાયા :

શ્રોત:  ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નરખડી ગામના મહિલા તલાટી અને ખાનગી વ્યક્તિ આંગડિયા મારફતે રૂ.એક લાખની લાંચ લેતા ACB નાં છટકામાં ઝડપાયા;

મહિલા તલાટીએ કહ્યું કે નોકરી તો હું  શોખ ખાતર કરું છુ મારી પહેરીલી સેન્ડલ દસ હજાર ની છે…!!

રાજપીપળા : પ્રાપ્ત માહિતી અનુસાર ફરીયાદી જાગૃત નાગરિક હોય તેમની નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામમાં ખેતીની જમીન આવેલી છે. જે જમીનની દેખરેખ અને જમીન લગત અન્ય કામગીરી ફરીયાદી સંભાળે છે. આ ખેતીની જમીનમાં ખેતીને લગત બીયારણ,ખાતર વિગેરે સામાન મુકવા તેમજ મજુરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવેલ, જેમાં વિજ મીટરની જરુરીયાત હોવાથી નરખડી ગ્રામપંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજુરી મેળવવા અરજી કરી હતી.

જે કાર્યવાહી કરવાના અવેજ પેટે નિતાબેન મોકમભાઇ પટેલ, તલાટી, નરખડી ગ્રામ પંચાયતે ફરીયાદી તથા સાહેદ પાસે રૂ. ૧,૦૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ અને તે લાંચની રકમ આંગડીયા મારફતે ગાંધીનગર ખાતે મહેશભાઇ અમૃતભાઇ આહજોલીયા, (ખાનગી વ્યક્તિ) ને આપવા જણાવેલ પરંતુ આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી, ફરીયાદ આપતા જે ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા ફરીયાદી સાથે આરોપી મહિલા તલાટી એ અને સાહેદ સાથે ખાનગી વ્યક્તિ એ મોબાઇલ ફોન ઉપર હેતુલક્ષી વાતચીત કરી, સુરતથી આંગડીયા મારફતે મોકલાવેલ રૂપિયા ૧,૦૦,૦૦૦/- લાંચની રકમ ગાંધીનગર આંગડીયાની ઓફિસ ખાતેથી ખાનગી વ્યક્તિ એ તેમના ઓળખીતા બે વ્યક્તિઓ દ્વારા લાંચની રકમ સ્વીકારતા લાંચના છટકાની કાર્યવાહી દરમ્યાન મહિલા તલાટી અને ખાનગી વ્યક્તિને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ સમગ્ર ઓપરેશનમાં ટ્રેપીંગ અધિકારીમાં શ્રીમતી એ.કે.ચૌહાણ,પોલીસ ઇન્સપેકટર, ફિલ્ડ, એસીબી સુરત એકમ, સુરત તથા સ્ટાફ તથા સુપર વિઝન અધિકારીમાં એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ નાઓએ સફડતા મેળવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है