ક્રાઈમદક્ષિણ ગુજરાત

ભરૂચ શહેરમાં એક્ટીવા / જ્યુપીટર જેવી મોપેડની ડીકી માથી રોન્ડા રૂપિયા તથા મોબાઇલ ફોનની ચોરી કરતા ઇસમને ” પોકેટ કોપ ” ની મદદથી ઝડપી પાડતી ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

તારીખ ૨૧/૧o/૨૦૨૦ નો રોજ ભરૂચ શહેર લીક રોડ ઉપર આવેલ મોઢેશ્વરી મંદીર સામે પાર્ક કરેલ ન્યુ જ્યુપીટર મૌપૈડ નંબર GJ 16 BP 9902 ની ડીકીમાં મુકેલ પર્સ માંથી રોક્કા રૂપિયા ૫૦૦ / – તથા રીઅલમી કંપનીનો સ્માર્ટ મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૯,૫૦૦ / મળી કુલ કિંમત રૂપિયા ૧૦,૦૦૦ / – તેમજ અન્ય દસ્તાવેજોની ચોરી થયેલ જે બાબત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો.

વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી હરિકૃષણ પટેલ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જીલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સુચના આપેલ . જે અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિક્રાસ સુંડા ભરૂચ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટે, પોલીસ ઇન્સપેકટર એ . કે, ભરવાડ તથા સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સર્વેલન્સના આધારે સદર ગુનાને અંજામ આપનાર ઇસમ ભરૂચ જાહેર સ્ટેશન સર્કલથી પાંચબતી તરફ રીક્ષા નંબર GJ 16 AT 5362 માં કેટલાક ફોન ચોરીનાં લઇને પસાર થતો હોવાની બાતમી મળતા પાંચબત્તી નજીક રીક્ષા ચાલક ઐઝાજ ગુલામ મેહમદ મલેક ઉ.વ .૩૫ રહેવાસ- આલીડીંગી , ઢાળ પાસે , સૈયદવાડ , ભરૂય નાઓ પાસેથી અલગ – અલગ કંપનીનો પાંચ મોબાઇલ કુલ કિં.રૂ. ૨૪,૫૦૦ / તથા રીક્ષાની કિં.રૂ. ૭૫,૦૦૦ / – ગણી કુલ કિં.રૂ. ૯૯,૫૦૦ / – નો મુદામાલ CRPC કલમ ૧૦૨ મુજબ કન્જ કરી સદર ઇસમને CRPC ૪૧ ( ૧ ) ડી હેઠળ હસ્તગત કરવામાં આવેલ , આ કામે વધુ પુછપરછ દરમ્યાન ઉપરોક્ત ગુનાનો કામે ચોરી કરેલ વધુ એક રીઅલમી સ્માર્ટ મોબાઇલ ફોન કિં.રૂ .૯,૫૦૦ / -તથા રોકડા રૂપિયા -૫૦૦ ની કબુલાત કરતા આરોપી પાસેથી રોકડા રૂપીયા તેમજ મોબાઇલ ફોન રીકવર કરવામાં આવેલ છે .

આરોપી પાસેથી અન્ય મોબાઇલ ફોન મળી આવેલ છે તે બાબતે આરોપીએ કઈ કઈ ગ્યાએથી મોબાઇલ ફોનની ચોરી કયારે અને કેવી રીતે કરેલ છે ? તેની સઘન પુછપરછ હાથ ધરવામાં આવેલ છે , આ આરોપી અગાઉ ભરૂચ શહેર ” સી ” ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એકટીવા / યુપીટર જેવી મોપેડની ડીકીમાં રાખેલ પર્સમાં રોકડા રૂપિયા તથા મોબાઇલ ચોરી નો ગુનામાં ધરપકડ કરવામાં આવેલ હતી .

ગુનાની પધ્ધતિ : આરોપી પોતાની રીક્ષા લઇને ભય શહેરમાં આવેલ ધાર્મિક સ્થળો તેમજ શોપીંગ સેન્ટરો / મોલ બહાર વોચ કરી પાર્ક કરેલ એકટીવા ! જ્યુપીટર જેવી મોપેડની ડીકી ખોલ્યા વગર શીટ ઉપર બેસી જઇ શીટના આગળના ભાગે આવેલ જમણી સાઈડની ગ્રીપ ખોલી હાથ નાખી ડીકીમાં રાખેલ પર્સની ચોરી કરવાની ટેવ વાળો છે .

કામગીરી કરનાર અધિકારી / કર્મચારી : ( ૧ ) PI શ્રી એ . કે . ભરવાડ ( ૨ ) Hc રાજેન્દ્ર નાથાભાઇ ( ૩ ) HC જીતેન્દ્ર પ્રભાતભાઇ ( ૪ ) Pc જસવંત ચંદુભાઇ ( ૫ ) pc પંકજ રમણભાઈ ( ૬ ) Pc પ્રદીપ બાબુભાઇ ( ૭ ) Pc કનુભાઇ શામળાભાઇ ( ૮ ) P c મહેશ પર્વતસિંહ ( ૯ ) Pc શક્તિસિંહ જીલુભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है