દક્ષિણ ગુજરાત

ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે SDRF ની ટીમ તૈનાત કરવામાં આવી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે SDRF ની ટીમ તૈનાત કરવામાં આવી:

દિનકર બંગાળ, આહવા: ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહીના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે ડાંગ જિલ્લામાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

ભારે વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના સર્જાય તો તાત્કાલિક શોધ અને બચાવ (Search & Rescue) કામગીરી હાથ ધરી શકાય તે હેતુસર કુલ ૨૭ જવાનોની SDRF ટીમને જરૂરી શોધ અને બચાવ સાધનસામગ્રી સાથે આહવા તાલુકા સ્થિત ખેતી તાલીમ ભવન ખાતે મુકવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે તથા જરૂરી તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

વધુમાં હાલના વરસાદી માહોલને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્રએ તમામ નાગરિકોને જિલ્લા વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા તેમજ અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતીનું પાલન કરવા, બિનજરૂરી મુસાફરી ટાળવા, વિવિધ નદી,નાળા, કોઝવે અને પાણી ભરાયેલા માર્ગો પાર નહીં કરવા, વીજળીના થાંભલા અને જોખમી વૃક્ષોથી દૂર રહેવા અને કોઈપણ ઈમરજન્સી કે મુશ્કેલીમાં જિલ્લા કંટ્રોલરૂમ અથવા સ્થાનિક તંત્રનો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है