રાષ્ટ્રીય

ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીની પુણ્યતિથિના દિવસે વાંસદા ટાઉનમાં કાર્યકરો દ્વારા મીટીંગનું આયોજન: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

ભારતીય જનસંઘના પ્રચારક ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખરજીની પુણ્યતિથિના દિવસે વાંસદા ટાઉનમાં ભાજપના કાર્યકરો દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 

વાંસદા ટાઉનમાં નવસારી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી જયંતિભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીની પ્રતિભાને ફુલહાર પહેરાવી, તેમની પ્રતિમાને દીપ પ્રગટ્ય કરી સમગ્ર  કાર્યક્રમની સરૂઆત કરવામાં આવી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જન સંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિના દિવસે યાદ કર્યા. વર્ષ 1953માં 23 જૂનના રોજ આજના દિવસે શ્યામા પ્રસાદ મુખર્જીનું નિધન થયું હતું. તેમનાં બલિદાનને યાદ કરી દેશભરમાં  અનેક જગ્યાએ કરવામાં આવ્યું આયોજન; 

વડાપ્રધાનમંત્રી મોદીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું, ‘મા ભારતીના મહાન સપૂત ડો. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શત-શત નમન.’

શ્યામા પ્રસાદ મુખર્જીએ જવાહરલાલ નહેરૂથી અલગ થઇને 1951માં, ભારતીય જન સંઘની સ્થાપના કરી હતી. શ્યામા પ્રસાદ મુખર્જી જમ્મૂ કાશ્મીરને વિશેષ દરજ્જો આપવા વિરૂદ્ધ હતા. જમ્મૂ કાશ્મીરમાં તે સમયે પ્રવેશ કરવા માટે પરમિટ પણ લેવી પડતી હતી, શ્યામા પ્રસાદ મુખર્જી આના પણ  પણ વિરોધી હતા.   “एक देश मे दो निशान , दो प्रधान, दो विधान नही चलेगा” નો નારો આપનાર પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘ ના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર કોટી કોટી પ્રણામ.

શ્યામા પ્રસાદ મુખર્જીએ વર્ષ 1953 માં પરમિટ માટે કાશ્મીરનો પ્રવાસ કર્યો, જ્યાં તેમણે જમ્મૂ કાશ્મીરની તત્કાલીન શેખ અબ્દુલા સરકારે ધરપકડ કરી લીધી હતી. આ દરમિયાન રહસ્યમય પરિસ્થિતિમાં તેમનું મોત નિપજ્યું હતું.

આજનાં કાર્યક્રમ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખરજીની પુણ્યતિથિના દિવસે વાંસદા ટાઉનમાં ભાજપના કાર્યકરો દ્વારા મીટીંગનું સફળ  આયોજન કરવામાં આવ્યું હતું. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है