રાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્તરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે મહાત્મા ગાંધી નરેગા અધિકાર જાગૃતિ સપ્તાહનું આયોજન:

શ્રોત:ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ

રાષ્ટ્રીય સ્તરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે  MGNREGA અધિકાર જાગૃતિ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું;

અધિકાર જાગૃતિ અભિયાન લાભાર્થીઓને MGNREGA યોજનાનો મહત્તમ લાભ મેળવવા માટે સક્ષમ બનાવશે:

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગરૂપે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ મહાત્મા ગાંધી એનઆરઇજી એક્ટ હેઠળ શ્રમિકોને તેમના અધિકારો અને હક વિશે જાગૃત કરવા માટે અધિકાર જાગૃતિ સપ્તાહનું આયોજન કર્યું હતું. 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર 2021 વચ્ચે આ સપ્તાહ મનાવવામાં આવ્યો હતો. મહાત્મા ગાંધી નરેગા એક્ટમાં શ્રેણીબદ્ધ જોગવાઈઓ નોકરી શોધનારાઓને સંખ્યાબંધ કાનૂની અધિકારો પ્રદાન કરે છે.

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા અધિકારોને લોકો માટે સુલભ બનાવવા માટે અનેક પહેલ કરવામાં આવી હતી. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના સંબંધિત જિલ્લાઓ, બ્લોક અને ગ્રામ પંચાયતોમાં વિવિધ પ્રવૃત્તિઓનું સંકલન કર્યું. શ્રમિકોની સુવિધા માટે, વિવિધ જિલ્લાઓમાં ગ્રામ પંચાયત ભવનમાં ગ્રામસભાઓ યોજવામાં આવી હતી, જ્યારે કેટલાક જિલ્લાઓ કામના સ્થળોએ શ્રમિકો સુધી પહોંચ્યા હતા. મહાત્મા ગાંધી નરેગાના લાભાર્થીઓ, અધિકારીઓ અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓએ ઉત્સાહ સાથે સક્રિયપણે ભાગ લીધો છે. આ અધિકાર જાગૃતિ અભિયાન લાભાર્થીઓને મહાત્મા ગાંધી એનઆરઇજી યોજનાનો મહત્તમ લાભ મેળવવા માટે સક્ષમ બનાવશે.

ઇન્ડિયા@75 ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ 75 સપ્તાહ લાંબી ઉજવણી છે, જે 12 માર્ચ, 2021ના ​​રોજ પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है