ક્રાઈમ

દુષ્કર્મ આચરનાર અને બ્લેક મેઇલર કરનાર શરદ દિનેશ પવાર જેલના સળિયા પાછળ ધકેલાયો:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

વાંસદામાં પરણિત મહિલા સાથે દુષ્કર્મ આચરનાર અને બ્લેક મેઇલર કરનાર શરદ દિનેશ પવાર જેલના સળિયા પાછળ ધકેલાયો.

વાંસદામાં પરણિત મહિલા સાથે દુષ્કર્મ આચરનાર બ્લેકમેઈલર એવો શંકર ફળીયા ખાતે રહેતો શરદ દિનેશ પવાર આખરે જેલના સળિયા પાછળ ધકેલાયો છે.

 ફેસબૂક પર ફ્રેઈન્ડ બન્યા બાદ પરિણીતાને વિશ્વાસમાં લીધી હતી અને એક વખત જ્યારે તેની પુત્રી નવસારી ખાતે હતી અને પતિ રાજસ્થાન ગયા હતા ત્યારે રાત્રી દરમિયાન ઘરમાં ઘૂસીને મારી મારી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યા બાદ તેના વીડિયો અને ફોટા પાડી લીધા બાદ બ્લેકમેઈલ કરી માનસિક ત્રાસ અને બદનામ કરવાની ધમકી આપતો રહ્યો હતો. આખરે પરિણીતાએ સમગ્ર પ્રકરણથી પરિવારને વાકેફ કર્યા બાદ શરદ પવાર બ્લેક મેઈલ અને માનસિક ત્રાસથી કંટાળેલી પરિણીતાએ પોલીસ ફરીયાદ કરતા સિનિયર પી.એસ.આઇ. વિરેન્દ્રસિંહ વાઘેલાએ શરદ દિનેશ પવારની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ વાંસદાના શંકર ફળીયા ખાતે રહેતો શરદ દિનેશ પવાર કોમ્પ્યુટર સોફ્ટવેર સાથે કમ્પ્યુટરનો માસ્ટર માઈન્ડ પણ છે. શરદ દિનેશ પવાર સાથે વાંસદાની એક પરણિત મહિલા સાથે ફેસબુક પર ફ્રેન્ડશીપ થઈ હતી અને ફેસબુક અને વોટ્સએપ પર એકબીજાના સાથે ચેટીંગ કરતા થયા, ચેટીંગ કરતા કરતા કોમ્પ્યુટર માસ્ટર માઈન્ડ શરદ દિનેશ પવારે પરિણીતા પર વિશ્વાસ કેળવી લોધો હતો અને એક દિવસ પરિણીતાની પુત્રી અને તેના પિતા ઘરમાં હાજર ન હોવાનું ખબર પડતાં શરદ પવારે રાત્રે દરવાજો ઠોકવાનું શરૂ કરતાં આજુબાજુવાળા ઉઠી જશે અને મારી બદનામી થશે એવી બીકના કારણે પરિણીતાએ દરવાજો ખોલી શરદને સમજાવીને ઘરે પરત મોકલવાના ઇરાદે દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતાની સાથે તું ફોન નથી ઉચકતી કે મેસેજના જવાબ નથી આપતી એવું કહી પરિણીતાને માર મારેલ અને ઉપરના રૂમમાં ખેંચી લઈ જઈ પરિણીતાના મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યા બાદ વીડિયો અને ફોટા પાડ્યા હતા અને પરિણીતાને ધમકાવેલ કે હવે હું તને કેવ તેવું નહિ કરશે તો તારી કોમેન્ટ પર વાત થયેલ તે અને આ તારા ગંદા વીડિયો અને ફોટા જાહેર કરી તને ગામમાં અને સમાજમાં મોઢું બતાવવાને લાયક નહિ રાખું એવી ધમકીઓ આપેલ જેથી પરિણીતાએ બદનામીના બીકે આ વાત કોઈને કહી ન હતી. પરણીતાએ પોતાનો મોબાઈલ અને ફેસબુક આઈડી બંધ કરી દીધેલ.જેનાથી અકળાઈ શાઇકો તરીકે નામ ધરાવતા શરદ પવારે પોતાની ફેસબુક આઈડી પર બદનામ કરવાનું શરૂ કરેલ અને બે દિવસ અગાઉ પરિણીતા મહિલા એકલી હોટલની સાફ સફાઈ કરતી હતી ત્યારે તેની પાસે જઈ શરદ પવારે તું ગમે તેટલી સંતાતી ફરશે કે ફોન બંધ રાખશે તો પણ હું તને છોડવાનો નથી, આ તને છેલ્લી વોર્નીગ આપું છું કે હું તને જ્યારે પણ જ્યાં બોલાવું ત્યાં આવવું અને મારી સાથે શરીર સુખ માણવું પડશે.જો તું હવે નહિ આવશે તો મારા પાસે જે તારા વીડિયો અને ફોટા છે તે વાયરલ કરવાની ફરજ પડશે તેવી ધમકી આપતા પરિણીતાએ આખરે શરદના માનસિક ત્રાસથી કંટાળી અને શરદની સાયકો જેવી મનોશક્તિ જોતા એ બોલેલું પાળે એવું લાગ્યું હતું અને આખરે પરિણીતાએ શરદના ત્રાસથી કંટાળી પોલીસ ફરિયાદ કરતા વાંસદાના સિનિયર પી. એસ. આઈ. વિરેન્દ્રસિંહ વાઘેલાએ વાંસદા નગરના શંકર ફળીયા ખાતે રહેતા શરદ દિનેશ પવાર વિરુદ્ધ ઈપીકો કલમ ૩૭૬(૧), ૫૦૯, ૩૨૩, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી શરદ પવારની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અને વધુ આગળની તપાસ સિનિયર પી.એસ.આઈ. વિરેન્દ્રસિંહ વાઘેલાએ હાથ ધરી છે અને બળાત્કારના આરોપી એવા શરદ પવારનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है