
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર
ભરૂચ જિલ્લામાં તા.૫ મીથી તા.૧૯ મી જુલાઈ દરમિયાન ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન;
ભરૂચ જિલ્લામાં ખાતમુહૂર્ત લોકાર્પણ સહિત અંદાજિત ૯ કરોડના વિકાસકાર્યોની નાગરિકોને મળશે ભેટ;
જિલ્લામાં વિકાસયાત્રાના બે રથની ફાળવણી તા.૫ મીથી સતત ૧૪ દિવસ સુધી ગામડાઓને ૨૦ વર્ષના વિકાસકાર્યોની કરાવશે ઝાંખી;
રાજય સરકારના શાસનને ૨૦ વર્ષમાં કરવામાં આવેલ વિકાસની હરણફાળ લોકો સુધી પહોંચે તે માટે વિવિધ યોજનાકિય કામગીરીનો યોગ્ય પ્રચાર-પ્રસાર થકી રાજ્યની જનતાની સામાજીક અને આર્થિક પ્રગતિ સહાય વિતરણ, વિકાસના કામોનું લોકાર્પણ, જાહેર સ્થળો-રસ્તાઓ વગેરેની સફાઈ ઝુંબેશ જેવી કામગીરી માટે આગામી તા.૦૫ જુલાઇ ૨૦૨૨ થી તા. ૧૯ જુલાઈ૨૦૨૨ સુધી “વંદે ગુજરાત વિકાસયાત્રા” નું આયોજન જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા કરવામાં આવેલ છે.
આ વિકાસયાત્રા દરમિયાન LED સ્ક્રીન સાથે તૈયાર કરાયેલા રથના માધ્યમથી ગ્રામીણજનોને ગુજરાતની વિકાસયાત્રાથી અવગત કરાવાશે. આ સાથે રાજયકક્ષાના મહાનુભાવો તથા સ્થાનિક પદાધિકારીઓ દ્વારા
વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો પણ યોજાશે.
ભરૂચ જિલ્લામા ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ ને લઈને જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ, ૧૪ દિવસની યાત્રાના શ્રેણીબધ કાર્યક્રમોનુ આયોજન કરાયું છે. આ ઉજવણીના સમગ્ર કાર્યક્રમોનું સુચારૂ સંકલન નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ વી ડાંગી કરી રહ્યાં છે. સવાર અને સાંજના એમ, દિવસના બે મુખ્ય કાર્યક્રમો સાથે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની જાણકારી સાથે રથના LED સ્ક્રિન ઉપર ગુજરાતના વિકાસની ફિલ્મોનુ પણ નિદર્શન કરવામાં આવનાર છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓને જુદી જુદી જવાબદારીઓ સોંપી દેવામા આવી છે. ત્યારે ગુજરાતના બે દાયકાના વિકાસને પ્રજાજનો સમક્ષ ઉજાગર કરતી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ ના ઠેર ઠેર વધામણા માટે સંબંધિત ગામો, અને પ્રજાજનોમા પણ ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.
જિલ્લામાં પ્રારંભાનારી “વંદે વિકાસ યાત્રા”ના આયોજન મુજબ તા. ૫મી જુલાઈએ કાટીપાડા બેઠકથી સવારે ખરેડા તથા સાંજે ઉડી, તા.૬ જુલાઈએ નેત્રંગ બેઠક માટે સવારે નેત્રંગ તથા કાકાડકુઈ તથા મૌઝા બેઠક ખાતે સાંજે ચાસવડ તથા બિલોઠી, તા.૭ જુલાઇએ ઝઘડિયામાં વાઘપુરા બેઠકમાં સવારે ઉમલ્લા તથા સાંજે અશા. તારીખ ૮ જુલાઈએ રાજપારડી બેઠક થી સવારે રાજપારડી તથા સાંજે રતનપોર, તારીખ ૯ જુલાઈએ ધારોલી બેઠકથી સવારે તલોદરા સાંજે ફૂલવાડી ખાતે. તારીખ ૧૦ જુલાઈએ સુલતાનપુરા બેઠકથી સવારે મોટા સાંજા તથા સાંજે ઉચડિયા ખાતે તા.૧૧ જુલાઈએ પઠાર બેઠકથી સવારે ગુંદિયા તથા સેવડ તથા વાલીયા બેઠકથી સવારે વાલીયા તથા સાંજે કોંઢ તારીખ ૧૨ જુલાઈએ ડહેલી બેઠકથી સવારે ડહેલી તથા સાંજે મોખડી ,તા. ૧૩ જુલાઈએ અંકલેશ્વર તાલુકાના ભડકોદરા બેઠકથી સવાર ભડકોદરા તથા સાંજે કોસમડી તથા તારીખ ૧૪ જુલાઈએ ગડખોલ બેઠકથી સવારે નવા દીવા બપોરે સુરવાડી ખાતે તથા સાંજે નગરપાલિકા વિસ્તારમાં, તા.૧૫ જુલાઈએ સારંગપુર બેઠકથી સવારે સારંગપુર ખાતે બપોરે જીતાલી તથા સાંજે નગરપાલિકા વિસ્તાર, તા.૧૬ જુલાઈએ અંદાડા બેઠક પરથી સવારે અંદાડા તથા સાંજે સામોર ખાતે તા.૧૭ જુલાઈએ સંજાલી બેઠક થી સવારે સિસોદ્રા તથા સાંજે હજાર ખાતેથી, તા.૧૮ જુલાઈએ દીવા બેઠકથી સવારે સજોદ અને સાંજે હરીપરા ખાતે, હાંસોટ તાલુકામાં તા.૧૯ જુલાઈએ હાંસોટ બેઠકથી સવારે ઇલાવ તથા કતપોર ખાતે સાંજે ખરચ બેઠક પરથી ખરચ તથા વાલનેર ખાતે વિસ્તારોમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ ના કાર્યક્રમો યોજાશે.