
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
પ્રધાનમંત્રીએ દેશવાસીઓને ‘હરઘર તિરંગા’ની ભાવનામાં સોશિયલ મીડિયા એકાઉન્ટની ડીપી બદલવા કહ્યું:
પ્રધાનમંત્રી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની ડીપી બદલીને ત્રિરંગા કરી દીધી છે. તેમણે દરેકને #HarGharTiranga ની ભાવનામાં આવું કરવા કહ્યું.
દેશ આખો 13-15 ઓગસ્ટ વચ્ચે હર ઘર તિરંગા આંદોલનની ઉજવણી કરી રહ્યું છે.
પીએમ મોદીએ ટ્વીટ કર્યું:
“#હરઘર તિરંગા ચળવળની ભાવનામાં, ચાલો આપણે આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટની ડીપી બદલીએ અને આ અનોખા પ્રયાસને સમર્થન આપીએ જે આપણા પ્રિય દેશ અને આપણી વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે.”
અમે આપને જણાવી દઈએ કે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ઓનલાઈન સર્ટીફીકેટ ડાઉનલોડ કરવા માટે સરકાર દ્વારા પોર્ટલ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, જેમાં ઓનલાઈન પ્રમાણ પત્ર બનાવી સોશિયલ મીડિયામાં તમે શેર કરી શકો છો.
https://harghartiranga.com/