
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
નેત્રંગ ખાતે જનનાયક બિરસા મુંડાની 148મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી:
નેત્રંગ ગામના ચાર રસ્તા ખાતે પરંપરાગત આદિવાસી નૃત્યના તાલે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ;
કોંગ્રેસ નાં યુવાનેતા શેરખાન પઠાણ અને ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો;
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આદિવાસી સમાજ અને કોંગ્રેસી, અને આપનાં આગેવાનો દ્વારા જનનાયક ભગવાન બિરસમુંડાની જન્મ જ્યંતીએ નેત્રંગમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી.
આદિવાસી પેહરવેશ, પરંપરાગત વાધ્યો, નૃત્ય અને અને બેન્ડ ના તાલે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર ઉપરાંત સમગ્ર આદિવાસી પટ્ટા માંથી આદિવાસી માનવ મહેરામણ ઉમટી પડતા નેત્રંગ ઉજવણીના રંગે રંગાઈ ગયું હતું.
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, શેરખાન પઠાણ, સંદીપ માંગરોલા સહિત આદિવાસી આગેવાનોની ઉપસ્થિતિમાં બીરસામુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. નેત્રંગના 96 ગામો અને કોંગ્રેસ દ્વારા બનવાયેલી સમિતિ દ્વારા બિરસમુંડાની પ્રતીમાને ચાર રસ્તા ખાતે અનાવરણને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો. જેમાં ડીવાયએસપી સહિત 1 પીઆઈ, 3 પીએસઆઈ,60 પોલીસ કોન્સ્ટેબલ, 8 મહિલા પોલીસ અને 117 જીઆરડી, હોમગાર્ડ જવાનો મળી ને કુલ 189 પોલીસ જવાનોને મુકવામાં આવ્યા હતા.
નેત્રંગ નગરના તમામ માર્ગો ઉપર ઉજવણી અને રેલીના ધમધમાટ વચ્ચે આદિવાસી સમાજનું ઘોડાપુર જોવા મળ્યું હતું. હજારો આદિવાસી ભાઈઓએ કલાકો સુધી મનમૂકીને ઝૂમી જનનાયકની જન્મ જ્યંતીના વધામણાં કર્યા હતા.
આખરે કોઈપણ જાતના વિવાદ વિના ચાર રસ્તાની બાજુમાં બિરસા મુંડાની પ્રતિમાનું ધારાસભ્ય અનંત પટેલ, આગેવાન શેરખાન પઠાણ, સંદીપ માંગરોલા, ડૉ.શાંતિકર વસાવા, એડવોકેટ હરિસિંહ વસાવા, ડૉ.દયારામ વસાવા,અને રાજ વસાવાના હસ્તે અનાવરણ વિધી સંપન્ન કરવામાં આવી હતી.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા