રાષ્ટ્રીય

નીફટ ગાંધીનગર કેમ્પસ ખાતે બંધારણ દિવસ અને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

નીફટ ગાંધીનગર કેમ્પસ ખાતે બંધારણ દિવસ અને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી:

ગાંધીનગર:  દર વર્ષે 26મી નવેમ્બરે થતી બંધારણ દિવસની ઉજવણી, એક એવી ઉજવણી છે જે માત્ર ભારતના બંધારણને અપનાવવાનું સન્માન જ નહીં પરંતુ તેના લક્ષ્યો અને સિદ્ધાંતોને પણ સમર્થન આપે છે. નિફ્ટ ગાંધીનગર કેમ્પસએ તમામ ફેકલ્ટી સભ્યો અને સ્ટાફ સભ્યોને “બંધારણ દિવસ” પ્રતિજ્ઞામાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું, જેનો હેતુ બંધારણના સ્થાપકો દ્વારા કરવામાં આવેલી સિદ્ધિઓનું સન્માન અને સ્મરણ કરવાનો છે. 

ઉજવણીમાં પ્રો. ડૉ. સમીર સૂદ, ડાયરેક્ટર નિફ્ટ, ગાંધીનગર દ્વારા હિન્દી અને અંગ્રેજી બંનેમાં શપથ વાંચવામાં આવ્યા હતા. જે અનુક્રમે તમામ ફેકલ્ટી સભ્યો અને સ્ટાફ સભ્યો દ્વારા અનુસારાયું હતું. 

પ્રતિષ્ઠિત સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક અને આદિવાસી નેતા શ્રી બિરસા મુંડાનું ફૂલની પાંખડીઓ અને માળાથી સન્માન કરવામાં આવ્યું હતું જેને સરકારે અગાઉના વર્ષે 15મી નવેમ્બરના રોજ “જનજાતિ ગૌરવ દિવસ” તરીકે માન્યતા આપી હતી. આ પ્રયત્ન આદિવાસી સમુદાયોની સ્વતંત્રતા માટે લડનારા બહાદુર વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવ્યો હતો. 

નિફ્ટ ગાંધીનગરના ડાયરેક્ટર પ્રો. ડૉ. સમીર સૂદે જણાવ્યું હતું કે, નિફ્ટના વિદ્યાર્થીઓ દ્વારા ભારતની અનોખી આદિવાસી વિવિધતાને પ્રોત્સાહન આપવા આદિવાસી ફોટો-સ્ટોરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આકાશ મિશ્રા કે જેઓ નિફ્ટ ગાંધીનગરના વિધેરથી છે તેમણે સુવર્ણ પદક મેળવ્યું. આ ઉપરાંત ટેક્સટાઈલ ડિઝાઈન વિભાગના વિદ્યાર્થી આકાશ મિશ્રાએ રાઠવા આદિવાસી લોકો અને તેઓ દ્વારા અનુસરાતી પીઠોરા ચિત્રકળા અંગેની કવિતા રજૂ કરી હતી. 

આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને યાદ કરવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (નિફ્ટ) ગાંધીનગર કેમ્પસ દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી જૂથોની જીવનશૈલી અને સંસ્કૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરતી હાથથી બનાવેલી વસ્તુઓ અને ડોક્યુમેન્ટ્રીઝના નિર્માણ દ્વારા, વિદ્યાર્થીઓએ સ્વદેશી વંશીય સમુદાય સાથે તેમની સંલગ્નતા દર્શાવી હતી. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है