રાષ્ટ્રીય

નવસારી ખાતે ગુજરાત સ્થાપના દિવસની રંગેચંગે ઉજવણી કરાઇ: 

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ,  નવસારી કમલેશ ગાંવિત 

નવસારી ખાતે ગુજરાત સ્થાપના દિવસની રંગેચંગે ઉજવણી કરાઇ: 

ગુજરાતના સ્થાપના કાળથી આજદિન સુધી ગુજરાતના વિકાસમાં સૌનો અમૂલ્ય ફાળો રહયો છે:- નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલ

 નવસારીઃ રવિવારઃ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે નવસારી લુન્સીકુઇ મેદાન ખાતે નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તેમની સાથે રાજયના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ, પાણી પુરવઠા રાજયમંત્રી શ્રી જીતુભાઇ ચૌધરી ખાસ ઉપસ્થિત રહયાં હતાં.

 આ પ્રસંગે નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આજે ગુજરાત સ્થાપના દિવસની રાજયભરમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારીને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સફાઇ ઝુંબેશ આદરવામાં આવી હતી. કોઇપણ ક્ષેત્રેકામો કરવાની વાત હોય તો નવસારીના નગરજનો સૌથી આગળ હોય છે. જેથી નવસારીને સંસ્કારી નગરી કહેવામાં આવે છે. ગુજરાતના સ્થાપના કાળથી આજદિન સુધી ગુજરાતના વિકાસમાં સૌનો અમૂલ્ય ફાળો રહયો છે. ગુજરાતમાં જાહેરક્ષેત્રોમાં નોકરીની ઘણી તકો છે. જેથી અન્ય રાજયના લોકો પણ રોજગારી મેળવવા અહી આવે છે.

 સાંસદશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના કાળ જેવા કપરા સમયે વિવિધ સંસ્થાઓ અને રાજય સરકાર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો ગુજરાત તથા દેશના વિકાસમાં ખૂબ જ મોટો ફાળો રહયો છે. રાજય સરકાર દ્વારા પ્રજાહિત માટે વિકાસના અનેક કામો હાથ ધર્યા છે. સાંસદશ્રીએ ગુજરાત સ્થાપના દિવસે નગરજનોને શુભકામના પાઠવી હતી.

 કાર્યક્રમના પ્રારંભમાં નવસારી-વિજલપોર નગરપાલિકાના પ્રમુખ શ્રી જીગીશભાઇ શાહે મહેમાનોને આવકારી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

 આ અવસરે પદ્મશ્રી કનુભાઇ ટેલર, યઝદીભાઇ કરંજીયા, રમીલાબેન ગામિત તેમજ બેટી બચાવો અને બેટી પઢાવો અંગે ખૂબ જ સારી કામગીરી કરનાર નિરંજનાબેનને સન્માનિત કરાયા હતાં. સાથે સાથે નવસારીમાં વિવિધક્ષેત્રે સેવા પ્રદાન કરનાર તમામ લોકોનું સાંસદશ્રી તેમજ મંત્રીશ્રીઓએ સન્માનિત કર્યા હતાં. નવસારીના ગૌરવ અને વિશ્વ વિખ્યાત પાશ્વગાયક શ્રી ભાવિન શાસ્ત્રી દ્વારા ભવ્ય સંગીત કર્યક્રમ યોજાયો હતો. જેનો નવસારી નગરજનોએ મનભરીને માણ્યો હતો. 

 મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલશ્રી મંગુભાઇ પટેલ તથા જલાલપોરના ધારાસભ્ય શ્રી આર.સી.પટેલે ગુજરાત સ્થાપના દિવસ અવસરે શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતાં. 

 આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર, નવસારી ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ, શ્રીમતી શીતલબેન સોની, શ્રી રણજીતભાઇ ચીમના, જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઋષિકેશ ઉપાધ્યાય સહિત પદાધિકારીઓ, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है