રાષ્ટ્રીય

દેશની પ્રથમ યુવા બાબતો અને રમત-ગમતની ‘રાષ્ટ્રીય પરિષદ’નો SOU- એકતાનગર ખાતે શુભારંભ: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

SOU- એકતાનગર ખાતે આજથી બે દિવસીય યોજાયેલી દેશની પ્રથમ યુવા બાબતો અને રમત-ગમતની ‘રાષ્ટ્રીય પરિષદ’નો શુભારંભ: 

સ્ટેચ્યુ ઑફ યુનિટી-એકતાનગર ટેન્ટ સીટી ખાતે આજથી બે દિવસીય યોજાયેલી યુવા બાબતો અને રમતગમતના વિષય પર દેશની સૌ પ્રથમ ‘રાષ્ટ્રીય પરિષદ’નો પ્રારંભ કેન્દ્રીય રમતગમત અને યુવા સેવાઓ વિભાગના મંત્રીશ્રી અનુરાગ ઠાકુર અને રાજયમંત્રીશ્રી નિશિથ પ્રમાણિકની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો છે. દેશના વિવિધ રાજ્યોના ખેલ મંત્રીશ્રીઓ, સચિવશ્રીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓ આ રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લઈ રહ્યાં છે. બે દિવસીય ચાલનારી આ પરિષદમાં સ્પોર્ટ્સ અને યુવા બાબતોને લગતા અલગ-અલગ વિષયો પર વક્તવ્યો અને પ્રેઝન્ટેશન્સ રજુ થનાર છે.

કેન્દ્રીય મંત્રીશ્રી અનુરાગ ઠાકુર સહિત ઉપસ્થિત અન્ય મંત્રીશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિ માં આ રાષ્ટ્રીય પરિષદમાં દિપ પ્રાગ્ટ્ય દ્વારા ખુલ્લી મૂક્યા બાદ અધ્યક્ષસ્થાનેથી સંબોધતા મંત્રીશ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, રમત ગમત એટલે દેશભક્તિ જાગૃત્ત કરવાનું ઉત્તમ માધ્યમ છે, દુનિયાના સૌથી યુવા રાષ્ટ્ર હોવાના નાતે આપણા સૌની સહિયારી જવાબદારી બને છે કે, આપણા કાર્યક્રમો થકી યુવાનોની રાષ્ટ્ર નિર્માણમાં સહભાગીતા વધારવી જોઇએ.વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, યુવા અને ખેલની તાકાત એ છે કે તેઓ સરહદની બહાર પણ મેડલ જીતીને ભારતનો ધ્વજ લહેરાવીને આવે છે.

SOU – એકતાનગરમાં યુવા બાબતો અને રમતગમતના વિષય પર દેશની સૌ પ્રથમ આ રાષ્ટ્રીય પરિષદના આયોજનનો આશય એ છે કે, “એક ભારત – શ્રેષ્ઠ ભારત”ની પરિકલ્પના કરનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ હતા અને રમતમાં એકતા જ સૌથી મહત્વની બાબત હોય છે અને ત્યાં જાતિ અને ધર્મને કોઇ સ્થાન નથી હોતુ. આ બે દિવસીય પરિષદમાં ટીમ ઇન્ડીયા સ્વરૂપે ચિંતન થાય અને રમત ક્ષેત્રે દુનિયામાં ભારતને ઉચ્ચ સ્થાન મળે તે માટે સહિયારા પ્રયત્નો કરવા મંત્રીશ્રીએ આહવાન કર્યુ હતુ.

ગુજરાતના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રીશ્રી હર્ષ સંઘવીએ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા-એકતા નગરીમાં સૌને આવકારતા જણાવ્યું હતું કે, દેશમાં સૌ પ્રથમવાર યુવા બાબતો અને રમતગમતના વિષય પર અને તે પણ એકતા અને અખંડિતતાની ભૂમિ SOU-એકતાનગર ખાતે રાષ્ટ્રીય પરિષદ યોજાઇ રહી છે, જે આપણા સૌ માટે ગર્વની બાબત છે.

આ રાષ્ટ્રીય પરિષદમાં રમત-ગમત વિભાગના સચિવ શ્રીમતી સુજાતા ચતુર્વેદી અને કેન્દ્રીય યુવા બાબતોના સચિવશ્રી સંજીવકુમાર, ગુજરાતના રમત-ગમત અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવશ્રી અશ્વિનીકુમાર સહિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીશ્રી ઉપરાંત વિવિધ રાજ્યોના રમત-ગમત અને યુવા પ્રવૃત્તિઓ વિભાગના સચિવશ્રીઓ, કમિશ્નરશ્રી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है