દક્ષિણ ગુજરાત

સિવિલ હોસ્પિટલનાં કર્મચારીઓને એજન્સી અને કોન્ટ્રાકટરો દ્વારા પગાર બાબતે અન્યાય:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

નર્મદા જીલ્લાની સિવિલ હોસ્પિટલનાં ફ્રન્ટ લાઈન કોરોનાં વોરિયર એવા કર્મચારીઓને એજન્સી અને કોન્ટ્રાકટરો દ્વારા પગાર બાબતે અન્યાય સહન કરવાનો વારો આવ્યો છે,પગાર ઓછો આપી કરવામાં આવી રહયું છે કોરોના વોરિયરનું શોષણ:

રાજપીપળા સિવિલ હોસ્પિટલ ના કર્મચારીઓ જેમણે કોરોના મહામારીમાં રાત દિવસ એક કરી ને દર્દીઓ તેમજ પ્રજાની સેવા કરી છે અને જેઓ ખરેખર કોરોના વોરિયરસ તરીકે ફરજ બજાવી છે એવા કર્મચારીઓને છેલ્લા બે મહિના થી એજન્સીઓ અને કોન્ટ્રાકટરો દ્વારા પગાર કરવામાં આવેલ નથી અને સરકાર શ્રી ના પરિપત્ર મુજબ જે કર્મચારીઓ ત્યાં સેવા આપી રહ્યા છે,  તેવા કર્મચારીઓને એજન્સી અને કોન્ટ્રાકટરો દ્વારા તેમને ધમકાવવા મા આવે છે કે તમને છુટા કરી દેવામાં આવશે, જો તમે આ બાબતે કોઈને પણ રજૂઆત કરતો તો અને આ કર્મચારીઓને વેતન પણ 19,500 ની જગ્યાએ 9000,  અને 14000 ની જગ્યાએ 8000 તેમને પગાર આપવામાં આવે છે,  કોન્ટ્રાક્ટરો તેમજ એજન્સીઓ દ્વારા અને જે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે તે જિલ્લાની બહારના પણ છે અને સ્થાનિક નર્મદા જિલ્લાના પણ ભાઈઓ બહેનો ત્યાં સિવિલ હોસ્પિટલમાં સેવા આપે છે એમનો વહેલી તકે પગાર થાય અને આવનારા દિવસોમાં સરકાર શ્રી દ્વારા જે વેક્સીન બહાર પાડવામાં આવી છે, જેનાથી આ તમામ કર્મચારીઓ આવનારા દિવસોમાં એ ગામે ગામ જઈ નાના બાળકો ભાઈઓ-બહેનો વડીલ શ્રીઓને વેક્સિન ની રસી મૂકવાના છે ત્યારે આવા કોરોના ના કપરા કાળમાં આ કોન્ટ્રાક્ટર અને એજન્સીઓ દ્વારા આ કર્મચારીઓ જોડે જે ગેરવર્તન કરી રહ્યા છે એ ચલાવી લેવામાં નહીં આવે, એનો તાત્કાલિક ધોરણે તેનો સુખદ નિરાકરણ આવે એ બાબતે આજે રાજપીપળા સિવિલ હોસ્પિટલ સાહેબ શ્રી ને રજૂઆત કરવામાં આવી અને સાહેબ શ્રી જોડે ચર્ચા કરતા સાહેબ શ્રીએ જણાવ્યું કે આ જે કોરોના મહામારી ના સમયે જે કર્મચારીઓ આપણા જિલ્લામાં સેવા આપી રહ્યા છે એમનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવી અને આ તમામ કર્મચારીઓને યોગ્ય ન્યાય મળી રહે એવી બાંહેદરી આપવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है