દક્ષિણ ગુજરાત

વાડી ગામેની શ્રી.લાલજીભાઈ વસાવા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સ્વતંત્ર દિનની ઉજવણી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ઉમરપાડા રઘુવીર વસાવા

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે શ્રી. લાલજીભાઈ વસાવા સાર્વજનિક હાઈસ્કૂલ વાડી ખાતે 15 મી ઓગસ્ટની ઉજવણી ઘણી જ સદાય થી કરવામાં આવી, વાડી ગામેની સાર્વજનિક હાઈસ્કૂલમાં  સ્વતંત્ર દિવસ  નિમિતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. હાલમાં વધુ  વરસાદ હોય અને  સાથે કોરોના મહામારીના સમય વચ્ચે  સરકારની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરીને તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને તેમજ  મર્યાદિત સંખ્યામાં લોકોને ભેગાં કરીને  ધ્વજવંદનનો કાયઁકમ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગામનાં  માજી સરપંચ હરીશભાઈ વસાવાના અધ્યક્ષપણા હેઠળ સમગ્ર  કાર્યક્રમ યોજાયો હતો, અને માજી સરપંચ હરીશભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસના ઉજવણી  પ્રસંગે દેશભક્તોને યાદ કરવામાં આવ્યા હતા. જેમાં મહાત્મા ગાંધીજી,  પંડીત જવાહરલાલ નેહરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગતસિંહ જેવા અનેક  દેશના વીર પુરુષોને યાદ કરવામાં આવ્યા  હતા. દેશની આઝાદી માટે તેમણે આપેલ બલિદાનને યાદ કરીને તેઓને ભાવભીની  શ્રધ્ધાંજલી આપવામાં આવી  હતી, સાથેજ ભારત માતાની જય ઘોષ બોલાવી હતી,  દેશની આઝાદી માટે  તેમણે  આપેલ સમગ્ર  વીરોનું બલિદાન, યોગદાન આજે યુવાનો એ ભૂલવું ના જોઈએ અમને હંમેશા યાદ કરવું જોઈએ એવું માજી સરપંચ હરીશભાઈ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આમ, આ પ્રસંગે શ્રી. લાલજીભાઈ વસાવા સાર્વજનિક હાઈસ્કૂલ વાડી  શાળા પરિવારનાં સ્ટાફગણ તેમજ ગામનાં  વડીલો હાજર રહ્યા હતા અને  સાથે ચુસ્તપણે માસ્ક પહેરીને સાથે સરકાર દ્વારા બહાર પાડેલી ગાઈડ લાઈન્સ મુજબ સોસીયલ ડીસ્ટનસનું  પાલન કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है